દરરોજ આ વસ્તુને દુધમાં ભેળવીને પીવાથી કોઈ દિવસ દવાખાને જવાનો વારો નહીં આવે

142
Published on: 2:52 pm, Wed, 27 October 21

ગાયમાતાને ભારતમાં ‘માં’ નું સ્થાન આપવામાં આવ્યું છે ત્યારે ગાયનું દૂધ પીવાથી અસંખ્ય લાભો આપણા સ્વાસ્થ્યને થતા હોય છે. દૂધ એ પોષણના હિસાબથી અમૃત સમાન ગણાય છે તેમજ દૂધને સંપૂર્ણ આહાર તરીકે પણ ઓળખવામાં આવે છે. તુલસીને ઔષધિના રૂપમાં પ્રયોગમાં લેવાય છે કે, જે તમારી રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરીને કેટલાક રોગથી રક્ષા કરે છે.

આ બંનેનું મિશ્રણ કરીએ તો પોષણની સાથોસાથ સ્વાસ્થ્ય તેમજ એનાથી જોડાયેલ કેટલાક ફાયદા થઈ શકે છે. હવે જ્યારે પણ તમે દૂધ પીવો ત્યારે એમાં તુલસીના પાન નાખો તેમજ મેળવો આ 5 અદભુત ફાયદા. અસ્થમાના દર્દી માટે આ ઉપાય ખૂબ જ ફાયદાકારક છે. ખાસ કરીને હવામાનમાં બદલાવ આવતા શ્વાસ સંબંધિત સમસ્યાથી દૂર રહેવા દૂધ તથા તુલસીનું આ દૂધ ખૂબ જ લાભકાર્ક સાબિત થશે.

માથામાં દુખાવો અથવા તો માઈગ્રેનની સમસ્યા થતા આ ઉપાય આપને ખૂબ જ રાહત આપશે. માઈગ્રેનનો દુખાવો હોય ત્યારે દૂધમાં તુલસી નાખીને પી શકો છો કે, જેથી માઈગ્રેનમાં ખૂબ જ ફેર પડે છે. દરરોજ તેનું સેવન કરવાથી આપની સમસ્યા દુર થઈ શકે છે.

તણાવ જો તમારા જીવનનો અભિન્ન અંગ બની ગયું હોય તો દૂધમાં તુલસીના પાન ઉકાળીને પીવાથી તમારો તણાવ ઘણી હદ સુધી ઓછો થઈ જશે તેમજ દરરોજ તેનું સેવન કરવાથી આ સમસ્યા પણ પૂર્ણ થઈ જશે. હૃદયની સમસ્યામાં પણ તુલસીવાળું દૂધ ખૂબ જ લાભકારક સાબિત થાય છે.

સવારમાં ખાલી પેટ આ દૂધને પીવાથી હૃદય સંબંધિત રોગોમાં પણ ખુબ લાભ મેળવી શકાય છે. આની સિવાય કિડનીમાં થતી પથરી માટે પણ ખૂબ જ સારો ઉપચાર છે. તુલસીમાં કેન્સરની કોશિકાઓ સામે લડવાના ગુણ રહેલા હોવાથી એનું સેવન કરવું આપને કેન્સરથી બચાવી શકે છે.

આની સિવાય શરદીને લીધે થતી સ્વાસ્થ્ય સમસ્યાઓમાં પણ આ દૂધ ખૂબ જ કારગર સાબિત થાય છે. તુલસીવાળું દૂધ બનાવવા માટે સૌપ્રથમ દૂધને ઉકાળયા પછી તેમાં તુલસીનાં પાન ધોઈ નાંખવા. તુલસીના પાન ઉકળે બાદમાં એમાં ખાંડ નાંખવી. તમારું તુલસી વાળું દૂધ તૈયાર હોય તો દરરોજ તેનું સેવન કરો અને સ્વાસ્થ્ય ખુબ સારું રાખો.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…