આજથી બદલાઈ જશે આ 5 નિયમો, જાણો સીધી જ તમારા ખિસ્સાને પડશે અસર

275
Published on: 9:47 am, Sun, 1 August 21

આજથી ઓગસ્ટ મહિનો શરૂ થઈ ગયો છે. આ મહિનાથી ઘણાં એવાં સરકારી નિયમો છે, જે બદલાઈ રહ્યાં છે પરંતુ બધાને આ નિયમોનું ખાસ ધ્યાન રાખવું પડશે નહીંતર થઈ જશે તમારા કિસ્સા ખાલી. આ નિયમોમાં તમારી સેલરીથી લઈને તમને મળતા પેન્શન, પેમેન્ટ, કેશ વિડ્રોલ, ડોરસ્ટેપ બેંકિંગ સાથે જોડાયેલા નિયમો સામેલ છે. બીજી બેંકના ATMથી કેશ કાઢવા પડશે મોંઘું. ભારતીય રિઝર્વ બેંકે અન્ય બેંકના એટીએમથી કેશ નીકાળવા પર લાગતી ઈન્ટરચેન્જ ફીસ 15થી વધીને 17 રૂપિયા કરવાનું એલાન કર્યું છે.

કાર-બાઈક મોંઘા થશે ટોયોટાએ ઈન્નોવા ક્રિસ્ટાની કિંમતમાં 2 ટકાના વધારાનું એલાન કર્યું છે. આ ઉપરાંત ટુવ્હીલર કંપની કાવાસાકી ઈન્ડિયા પોતાની બાઈકને 6 હજાર રૂપિયાથી 15 હજાર રૂપિયા સુધી મોંઘી કરવા જઈ રહી છે. ટાટા મોટર્સની કાર પણ મોંઘી થશે. ટ્રેડિંગ એકાઉન્ડના KYCનો આજે છેલ્લો દિવસ ડીમેટ કે ટ્રેડિંગ એકાઉન્ટવાળા રોકાણકારોએ જો શનિવારે એટલે કે આજે KYC પૂરું ન કર્યું તો તેમનું એકાઉન્ટ 1 ઓગસ્ટથી નિષ્ક્રિય થઈ જશે.

એપ્રિલમાં સેન્ટ્રલ ડિપોઝીટરી સર્વિસ અને નેશનલ સિક્યોરિટી ડિપોઝિટરિઝ લિમિટેડએ આ અંગે સર્ક્યૂલર જાહેર કર્યું હતું. રજાના દિવસે પણ આવસે સેલરી-પેન્શન સેલરી, પેન્શન અને ઈએમઆઈનું પેમેન્ટ 24X7 એટલે કે રજાના દિવસે પણ થઈ શકશે.

નેશનલ ઓટોમેટેડ ક્લિયરિંગ હાઉસ એટલે કે NCHની સુવિધા હવે અઠવાડિયાના તમામ દિવસે મળશે. NCHનું કામ ફક્ત સેલરી અને વ્યાજ આપવું હોતું નથી. પણ NCH વીજળી, ગેસ, ટેલિફોન, પાણી, લોનની EMI, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ અને વીમા પ્રીમિયમ પેમેન્ટનું સ્ટોરેજ પણ કરે છે.

ડોરસ્ટેપ બેંકિંગ ચાર્જ આવતા મહિનેથી ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક ગ્રાહકો પાસેથી ડોરસ્ટેપ બેંકિંગ માટે ચાર્જ લેશે. સિલેક્ટડ સર્વિસ કે પ્રોડ્ક્ટ માટે દર રિક્વેસ્ટ પર 20 રૂપિયા અને જીએસટી આફવો પડશે. આ સેવાઓમાં કેશ નિકાળવી, જમા કરવી ્ને અન્ય ખાતામાં ટ્રાન્સફર કરવા, સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ, પીપીએફ, આરડી સાથે જોડાયેલ સેવાઓ આવશે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…