ગુજરાતમાં બીજા તબક્કાનું કોરોના સંક્રમણ કાબૂ બહાર જતું રહ્યું છે. કોરોનાકાળમાં દેશભરમાં લોકડાઉન લાદવામાં આવ્યું હતું. લોકડાઉન ખુલ્યા પછી કોરોના ના કેસો ખુબ જ વધવા લાગ્યા હતા અને હાલ પણ કોરોના કેસનો વિસ્ફોટ થઈ ર્યો છે, તો આ સમસ્યાના સમાધાન માટે ફરી એકવાર કરવામાં આવશે લોકડાઉન.
સ્થાનિક ચૂંટણી બાદ ગુજરાતમાં કોરોના વાયરસના કેસ દિનપ્રતિદિન વધી રહ્યા છે. સૌથી વધુ ચિંતા સુરતમાં ઉભી થઈ છે. રાજ્યમાં કોરોનાના કેસ વધતા ગુજરાત હાઇકોર્ટે ગુજરાત સરકારને આગામી 2 કે 3 દિવસ લોકડાઉન લગાવવાના નિર્દેશ કર્યો છે.
રાજ્યમાં દિવસે ને દિવસે સ્થિતિ વણસી રહી છે જેનું હાઇકોર્ટે અવલોકન કર્યુ છે. રાજ્યમાં કોરોનાના કેસ રોજ નવા રેકોર્ડ તોડી રહ્યાં છે ત્યારે ગુજરાત હાઇકોર્ટે રાજ્યમાં લોકડાઉનની જરૂર પડે તેવી સ્થિત હોવાનું અવલોકન કર્યું છે. આ ઉપરાંત રાજકીય કાર્યક્રમો પર અંકુશ લગાવવાનો પણ આદેશ કર્યો છે.
હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ ભાર્ગવ કારીઆની ખંડપીઠનો સરકારને કર્ફ્યૂ લાદવા નિર્દેશ કર્યો છે. જસ્ટિસે કહ્યું, કોરોનાના વિસ્ફોટને અટકાવવા માટે કડક પગલાં જરૂરી છે. કોરોના સંક્રમણની ચેઇનને તોડવી જરૂરી છે. ગુજરાત ફરતે કોરોનાના દિવસેને દિવસે પોતાનો ભરડો મજબૂત કરી રહ્યું છે અને દૈનિક કેસ સતત નવી સપાટી વટાલી રહ્યા છે.
રાજ્યભરમાં 3થી 4 દિવસનો કર્ફ્યૂ લાદવા અને વીકએન્ડ કર્ફ્યૂ બાબતે સરકાર જરૂરી નિર્ણય લે એવી હાઇકોર્ટે ટકોર કરી છે. હવે રાજ્યમાં કોરોનાએ પ્રથમવાર 3 હજારની સપાટી વટાવી છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં રેકોર્ડ 3,160 કેસ નોંધાયા છે. રાજ્યમાં 9 ઓક્ટોબર એટલે કે 178 દિવસમાં પ્રથમવાર એક્ટિવ કેસનો આંક 16 હજારને પાર થયો છે.
લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.
બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું “રોચક જાણકારી“ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…