લોકોના ઘરે તમે ઘણીવાર નાની મૂર્તિઓ અથવા લાફિંગ બુદ્ધાની તસવીરો અથવા મૂર્તિ જોઈહશે. લોકો તેને સુખ અને સમૃદ્ધિનું પ્રતીક માને છે અને સારા નસીબ લાવવા માટે અને ધનની પ્રાપ્તિ માટે તેને ઘરે લાવવામાં આવે છે.
પરંતુ શું તમે જાણો છો લાફિંગ બુદ્ધા કોણ અને ક્યાં હતા અને તેના હાસ્યનું રહસ્ય શું હતું? તો ચાલો તમને જણાવીએ કે લાફિંગ બુદ્ધના હાસ્ય પાછળનું રહસ્ય શું છે. વિશ્વ હાસ્ય દિવસ પર લાફિંગ બુદ્ધાની ચર્ચા ન થાય તો થોડું આશ્ચર્ય થાય. જાપાનના એક ભિક્ષુક હતા હોતેઈ ઝેન બોદ્ધ ધર્મની મહાયાન શાખાનો જ એક સંપ્રદાય છે,
ઝેનનો શાબ્દીક અર્થ છે ધ્યાન. જાપાનમાં ભગવાન બુદ્ધના શિષ્ય હોતેઈ ખુબજ આળસુ સ્વભાવના ભિક્ષુક હતા. ઘર ઘરમાં સુખ સમૃદ્ધિ અને આનંદ લાવનારા દેવદૂત અંગે જાણવાની ઈચ્છા થાય તે સ્વાભાવિક છે.
આપણને સવાલ થાય કે આ લાફિંગ બુદ્ધા કોણ હતા? જ્યારે આપણે ખીલખીલીને હસી ઉઠીએ ત્યારે આપણી માંસપેશિઓ મસ્તિષ્ક અને ચહેરાને હસવા વિવશ કરી દેશે. તે ખુબજ નિર્લિપ્ત અને નિરપેક્ષ ભાવથી જીવનને જીવવામાં વિશ્વાસ રાખતા હતા. તેઓ જે કાર્ય કરતા તેમાં પૂર્ણ પણે ડૂબી જતા હતા. જાપાનમાં એવી માન્યતા છે કે એક વાર હોતેઈ મેડિટેશન કરતા કરતા રોમાંચિત થઈ ગયા
અને ધ્યાનાવસ્થામાં હસવા લાગ્યા. આ અદ્ભુત ઘટનાથી લોકો તેને લાફિંગ બુદ્ધાના નામથી સંબોધિત કરવા લાગ્યા. ધુમવુ ફરવુ, દેશાટન કરવુ, લોકોને હસાવવા અને ખુશીઓ વહેંચવી લાફિંગ બુદ્ધાનું ધ્યેય બની ગયુ. ચીનના લોકો તેને એક ભીક્ષુકના નજરીયાથી જુએ છે. જે એક હાથમાં ધનધાન્યનો થેલો લઈને ચહેરા પર ખીલખીલાટ હાસ્ય અને પોતાના મોટા પેટ સાથે હસતા હસતા સકારાત્મક ઉર્જા આપે છે. જે ઘરમાં લાફિંગ બુદ્ધાનું સ્ટેચ્યુ હોય ત્યાં હકારાત્મક ઉર્જા રહેતી હોય છે.