એરપોર્ટ ઉપર ચેક કર્યું યુવકનું પેન્ટ તો પ્રાઇવેટ પાર્ટમાંથી નીકળી એવી વસ્તુ કે.., જોઈને પોલીસ પણ ગોટે ચડી

4551
Published on: 10:34 am, Mon, 4 October 21

સોમવારે ઈમ્ફાલ એરપોર્ટ પર કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ એ એક વ્યક્તિના પેટમાંથી સોનાની પેસ્ટ સાથે ધડપકડ કરી હતી. આ વ્યક્તિએ તેના પેટમાંથી 900 ગ્રામથી વધુ વજન અને આશરે 42 લાખ રૂપિયાનું સોનું લઇને જતો હતો. સુરક્ષા દળોએ ચાર પેકેટમાં આશરે 909.68 ગ્રામ વજનનું સોનું પણ કબજે કર્યું હતું.

આ અંગે અધિકારીઓએ જણાવ્યું હતું કે, CISF સબ-ઇન્સ્પેક્ટર બી, એક મુસાફરની તપાસ દરમિયાન સમજાયું કે, તેના ગુદામાર્ગમાં કંઈક અટવાયું છે. મોહમ્મદ શરીફ તરીકે આ મુસાફરની ઓળખ થઈ છે. આ વ્યક્તિ કેરળના કોઝિકોડનો રહેવાસી છે. તે એર ઇન્ડિયાની ફ્લાઇટમાં બપોરે 2:40 વાગ્યે ઇમ્ફાલથી દિલ્હી જવા માટે નીકળ્યો હતો.

અધિકારીઓએ વધુમાં જણાવ્યું હતું કે, તેને સિક્યુરિટી હોલ્ડ એરિયામાં પૂછપરછ માટે લાવવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં તે સંતોષકારક જવાબ મળ્યો ન હતો. ત્યારબાદ અધિકારીએ તેને નીચલા શરીરનો એક્સ-રે કરવા માટે મેડિકલ તપાસ વિભાગમાં લાવવામાં આવ્યો હતો.

ત્યારબાદ રિપોર્ટમાં જોતા જ ડોક્ટર સહીત બધા ચોંકી ઉઠ્યા હતા. રિપોર્ટમાં જાણવા મળ્યું હતું કે, માણસના પેટમાં સોનાની પેસ્ટના પેકેટ હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, પેસેન્જરે પાછળથી પોતાનો ગુનો કબૂલી લીધો હતો. આ વ્યક્તિ ઈમ્ફાલથી દિલ્હી તરફ જઈ રહ્યો હતો. દિલ્હીમાં દાણચોરી થવાનું આ સોનું હતું. આ વ્યક્તિની ઓળખ મોહમ્મદ શરીફ તરીકે કરવામાં આવી હતી.

એરપોર્ટ પર સુરક્ષાને તેની ક્રિયાઓ પર શંકા થવા લાગી હતી. ત્યારબાદ જ્યારે તેને તપાસ માટે લઈ જવામાં આવ્યો હતો, ત્યારે તે ખૂબ ડરી ગયો હતો. આવી સ્થિતિમાં સીઆઈએસએફ અને કસ્ટમ અધિકારીઓએ તેને ઉભો રાખ્યો હતો, ત્યારબાદ તેની તપાસ કરી હતી. તેમને તેમના કપડાં કે સામાનમાંથી કંઈ પણ મળ્યું ન હતું. પરંતુ એક્સરે કરતા તેનો ભાંડો ફૂટી ગયો હતો.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…