હાલ આ સમયમાં વરસાદ મન મુકીને વર્ષી રહ્યો છે તો આ વચ્ચે બે વાર એવી ઘટના બની કે કાર જમીનમાં સમાય જાય પરંતુ આ એક શહેર માંથી ઘટના સામે આવી છે કે જાણીને તમે ધ્રુજી ઉઠશો. અહીંયા બીસીસીએલના આઉટસોર્સિંગ પ્રોજેક્ટના કિનારે જીવતો જમીનમાં સમાઈ ગયો હતો.
કહેવામાં આવી રહ્યુ છે કે અહીંનો રહેવાસી ઉમેશ પાસવાન સવારે શૌચક્રિયા માટે જતો હતો. અચાનક મોટા ધડાકા સાથે તેના પગ નીચેથી જમીન ફાટી ગઈ. ઉમેશ પાસવાનને જ્યાં સુધીમાં કંઈક સમજાય ત્યાં સુધીમાં તે જીવતો ખાડામાં ઉતરી ગયો. આ ખાડામાંથી ધુમાડો નીકળી રહ્યો હતો. શું થયું તે કોઈ સમજી શક્યું નહીં.
આ દૃશ્ય જોતાં જ સ્થળ ઉપર ખળભળાટ મચી ગયો. આ દ્રશ્ય એટલું ભયાનક હતું કે લોકો સ્થળ પર જવાની હિંમત કરી શક્યા નહીં. આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલા ઉમેશ પાસવાનના ભાઈએ આ નજારો જોયો ત્યારે તેના હોશ ઉડી ગયા. ભાઇને બચાવવા તે કંઈ વિચાર્યા વગર જ સ્થળ તરફ દોડી ગયો.
આ ઘટના ઝારખંડના ધનબાદ જિલ્લામાં રવિવારે સવારે એક ભયાનક ઘટના બની. તેણે પોતાના ભાઈને ખાડામાંથી બહાર કાઢવા સખત પ્રયાસ શરૂ કર્યા. આ યુવકને એકલા પોતાના ભાઈની જિંદગી બચાવવા માટે લડતો જોઈને અન્ય લોકો પણ ત્યાં આવી ગયા.
સખત મહેનત કર્યા બાદ ખાડામાં યુવકને જીવતો બહાર કાઢવામાં આવ્યો. તે ગંભીર રીતે દાઝી ગયો હતો. તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. બનાવની માહિતી મળતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.
લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.
બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું “રોચક જાણકારી“ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…