ડૉક્ટર યુવતીએ પોતાના જ ‘વીર્યથી માતા’ બનવા માટે કર્યું એવું કામ કે- જાણીને વિશ્વાસ નહિ થાય

1487
Published on: 11:43 am, Thu, 9 September 21

મિત્રો, બધા જાણો જ છો કે પુરુષના વીર્ય વગર ક્યારેય બાળકનો જન્મ થતો નથી. પરંતુ આજના સમાચારમાં એવી ચોંકાવનારી ઘટના આવી છે કે…ડૉ. જેસનૂન દાયરા ગુજરાતની પહેલી ટ્રાન્સવુમન ડૉક્ટર છે. તેનો જન્મ એક પુરુષ તરીકે જ થયો હતો, પરંતુ તેને એવું લાગતું હતું કે તેની અંદર એક મહિલાનો જીવ છે.

તેને મહિલાઓની જેમ વિચારવું તથા તેમના જેવા કપડાં પહેરવા ગમતા હતા. શરૂઆતમાં તેણે આ વાત પરિવારથી છુપાવીને રાખી હતી. જોકે, જ્યારે તે રશિયામાં એમબીબીએસનું ભણવા ગઈ ત્યારે તે દરમિયાનમાં તેનામાં હિંમત આવી. તેણે મહિલા બનાવાનો પોતાનો નિર્ણય જાહેર કર્યો હતો. જેસનૂર દાયરાને નાનપણથી જ ખ્યાલ આવી ગયો હતો કે તેના શરીરમાં મહિલા છે.

હવે તે પોતાનું જેન્ડર બદલવા માગે છે. તેના આ નિર્ણયમાં હવે પરિવાર તથા સંબંધીઓનો પણ સાથ મળ્યો છે. હવે તે પોતાની અલગ ઓળખથી લાઈફ જીવવા માગે છે. દરેક મહિલાની જેમ જ ડૉ. જેસનૂર દાયરા પણ માતૃત્વનો આનંદ મેળવવા માગે છે. તેણે આ માટે પૂરું પ્લાનિંગ કર્યું છે. સેક્સ ચેન્જ કરાવતા પહેલાં તે પોતાના સીમન ફ્રીઝ કરાવશે. ડૉ. જેસનૂર સરોગસીની મદદથી માતા બનશે.

તે પોતાના સ્પર્મ ડોનર એગની સાથે મેળવીને સરોગેટ માતાના ગર્ભમાં પ્લાન્ટ કરશે. પેરેન્ટ બનવાનો વિચાર તેને કેવી રીતે આવ્યો એવું પૂછવા પર જસનૂરે જણાવ્યું હતું કે તે દેવી કાલીને માને છે અને તેનું કહેવું છે કે જ્યારે દેવી કાળી આખા દુનિયાની માં હોય શકે તો તે એક બાળકની માં કેવી રીતે ન બની શકે. જસનૂરનું સપનું છે કે તે એક બાળકનું પાલન-પોષણ કરે.

તેણે જણાવ્યું હતું કે તેણે બાળકને જન્મ આપવા સંબંધિત અનેક પુસ્તકો અને આર્ટીકલ વાંચ્યા છે. પોતે પણ ડૉક્ટર છે, એટલે જાતે પણ રિસર્ચ કર્યું છે. અન્ય ઘણા ડૉક્ટર સાથે પણ વાત કરી ચૂકી છે. જસનૂરના કિસ્સા અંગે મીડિયાએ ગુજરાતના પ્રખ્યાત સેરોગેસી એન્ડ ફર્ટિલિટી એક્સપર્ટ ડૉ. નયના પટેલ સાથ વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે તેની અંદર બધા ઓર્ગન્સ પુરુષના છે. અત્યારે તેને બાળક જોઈએ છે. તેની પાસે ફક્ત સ્પર્મ છે. એગ્સ તો તેના ક્યારેય બનશે નહીં.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…