એકસમયે લીંબુ પાણી વેચતી આ મહિલા બની ગઈ પોલીસ ઓફિસર- સંઘર્ષની કહાની જાણીને રૂવાંડા ઉભા થઈ જશે

136
Published on: 4:13 pm, Mon, 18 October 21

એવું કહેવાય છે ને કે, અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી! આની સાથે-સાથે એવું પણ કહેવામાં આવે છે કે, સતત પ્રયત્ન કરનાર વ્યક્તિની ક્યારેય હાર થતી નથી તેમજ લહેરોથી ડરનારાની નૌકા પાર નથી થતી. આ વાત આ મહિલાનાં જીવનમાં ભરપૂર રીતે સાર્થક થતી જોવા મળે છે.

એની નામની આ મહિલા કોલેજના સૌપ્રથમ વર્ષમાં હતી ત્યારે જ એણે લગ્ન કરી લીધા હતા તેમજ લગ્ન કર્યા બાદ જીવનના સફરમાં તે એક બાળકની માતા બની હતી. નસીબને ખબર નહીં શું મંજૂર હતું કે, એનીના આ લગ્ન લાંબો સમય ટક્યા નહીં તેમજ બાદમાં તેઓ અલગ થઈ ગયા.

પોતાની તેમજ બાળકની એમ બંનેની જવાબદારી એની પર આવી ચૂકી હતી. પતિથી અલગ થયા પછી તે તેના માતા પિતા પાસે આવી તો તેઓએ પણ તેને સાથે રાખવાની ના પાડી દીધી હતી. આ સમયે તેણે તેના દાદીના ઘરે સહારો લઈને તેની પાસે કોઈ કામ ન હોવાથી આવક મેળવવા માટે લીંબુ પાણી વેચવાનું શરૂ કરી દીધું હતું.

જેમાંથી તે પોતાનો નાનો મોટો ખર્ચ કાઢી લેતી હતી પરંતુ આ પૂરતું ન હતું. એનીનું સપનું અલગ તેમજ ખુબ મોટું હતું. તેણે પોલિસને માટે ફોર્મ ભર્યા તેમજ લીંબુ પાણી વેચવાની સાથે-સાથે હાલમાં તે સબ ઇન્સ્પેક્ટર પણ બની ગઈ છે. પોતાના દીકરાના પાલન માટે એણે સિંગલ મધર તરીકે આગળ વધવાનું નક્કી કર્યું હતું.

આની સાથે જ એણે એક બેંકમાં સેલ્સપર્સન તેમજ સાથોસાથ પોલિસી સેલરનું કામ પણ કરી ચૂકી હતી. તેઓ કેરળના વર્કલા શહેરના મેદાનમાં લીંબુ પાણી વેચવા લાગી હતી. થોડા વર્ષો બાદ એની એ જગ્યાએ સબ ઈન્સ્પેક્ટર બનીને પરત આવી હતી. એનીએ હાલમાં પોતાના જીવનને પહેલાથી વધુ સારું બનાવી દીધું છે.

અન્ય લોકોની માટે તે પ્રેરણાસ્ત્રોત પણ બની છે. આવો જાણીએ એનીના જીવનની 5 મુખ્ય વાતો વિશે… એનીએ એકલી માતાના રૂપમાં રહેવા માટે એક પરમેનન્ટ જગ્યા શોધવામાં મુશ્કેલી અનુભવી હતી. તે ભાડાના ઘરની શોઘમાં સતત અહીં તહીં ભટકતી રહી હતી.

ફક્ત આટલું જ નહીં પણ તે પોતાને અસામાજિક તત્વોથી બચાવવા માટે તેમજ લોકોની નજરથી બચવા માટે તેણે વાળ પણ નાના કરાવી લીધા હતા. એના સંઘર્ષને જોઈ એક સંબંધીએ તેને પોલીસ અધિકારીના પદ માટે અરજી કરવાનું સૂચન કરતા પરીક્ષા માટે તેને પૈસા ઉધાર આપ્યા હતા.

એનીએ આ પરીક્ષા પાસ કરી તેમજ વર્ષ 2016માં પોલીસ અધિકારી બની હતી. ફક્ત 3 વર્ષના સમયમાં તેણે સબ ઈન્સ્પેક્ટરના પદની પરીક્ષા પણ પાસ કરીને સાથોસાથ 18 માસની તાલીમ લીધા પછી 26 જૂનના વર્કલા પોલીસ મથકમાં પ્રોબેશનરી સબ ઈન્સ્પેક્ટરના રૂપમાં ફરજ બજાવવા લાગી હતી.

એનીએ જણાવ્યું હતું કે, તેને IPS ઓફિસર બનીને તેના પિતાનું સપનું પૂરું કરવું હતું. તેણે મહેનત કરી તેમજ અભ્યાસ પણ કર્યો પરંતુ નોકરી મેળવવું તેનું મુખ્ય લક્ષ્ય હતું. જીવનમાં ગમે એવી પરિસ્થિતિ આવે એના પર આંસુ સારીને બેસી રહેવાનો કોઈ ફાયદો નથી તે એની ખુબ સારી રીતે જાણતી હતી.