પત્નીને હોય છે એવી ઈચ્છા કે એનો પતિ તેને આપે આ ખાસ વસ્તુ, પણ જિંદગીભર તેને મળતી નથી

1270
Published on: 5:57 am, Sat, 3 April 21

પતિ-પત્નીનો સબંધ ખુબ જ ખાસ હોય છે આ સબંધ એક-બીજા પર વિશ્વાસ કરવાથી અને પ્રેમથી બંને છે. ઘણી વખત પતિની અમુક ખાસ ભૂલને કારણે પત્ની નારાજ થઈ જતી હોય છે. પરિણામે વાત છૂટાછેડા સુધી પણ પહોંચી જાય છે. એવામાં આજે અમે તમને અમુક એવી વાતો જણાવવા જઇ રહ્યા છીએ કે જે એક પત્ની પોતાના પતિ પાસેથી ઈચ્છતી હોય છે.

ખરાબ સમયમાં પતિનો સાથ
જ્યારે પત્નીનો ખરાબ સમય ચાલી રહ્યો હોય છે તો તે પોતાના પતિ પાસેથી આશા રાખતી હોય છે. તેનો આત્મવિશ્વાસ વધે છે. તેનો ખરાબ સમય પસાર કરવામાં મદદ પણ મળે છે. એટલા માટે પત્નીના દુઃખોને ઇગ્નોર ના કરો.

આઝાદી
પત્ની ઘરમાં જેલમાં બંધ કેદીઓની જેમ રહેવાનું પસંદ કરતી નથી હોતી. તેઓ ઇચ્છતી હોય છે કે પતિ તેમના ઉપર ભરોસો રાખે અને તેમને કોઇ પણ જગ્યાએ આવવા જવાથી રોકટોક કરે જ નહીં. સાથો સાથ શંકા કરવાની વાતો પણ પત્નીઓને ખરાબ લાગતી હોય છે.

પ્રશંસાના બે શબ્દો
પત્ની જ્યારે શણગાર કરીને, નવા કપડાં પહેરીને અથવા નવી હેર સ્ટાઇલ બનાવીને પતિની સામે આવી જાય છે તો એ આશા રાખે છે કે પતિ તેમની પ્રશંસા માં બે મીઠા શબ્દો કહશે. જોકે જ્યારે પતિ આવું નથી કરતા હોતા તો તેઓ નારાજ થઈ જતી હોય છે. જ્યારે પતિ બીમાર થાય છે તો પત્ની દિવસ-રાત તેની સેવામાં લાગેલી હોય છે. હવે જ્યારે પત્ની બીમાર થાય છે તો કેટલા પતિ તેમની સેવા કરતા હોય છે? ઘરનું કામ જાતે કરીને તેને આરામ પણ આપે છે? કદાચ આ આંકડો ખૂબ જ ઓછો જ હશે. એક પત્ની હંમેશા એવું ઈચ્છેતી હોય છે કે તેના પતિ તેની ખૂબજ કાળજી લે.

પતિના રહસ્ય વિષે
પત્નીને પતિના ભૂતકાળમાં ખૂબ જ દિલચસ્પી પણ હોય છે. એવામાં તમે તેને પોતાના પાછલા સંબંધો વિશે મજાકમાં જણાવી શકો છો. અને તે સિવાય તમારા બાળપણ અથવા ભૂતકાળ સાથે જોડાયેલ કોઈ મોટું રહસ્ય હોય તો તેને પણ તમે જણાવી શકો છો. જ્યારે તમે પોતાના બધા જ રહસ્યો શેયર કરી દેશો તો પત્નીને ભરોસો થઇ જશે કે તમે તેના ઉપર પૂર્ણ વિશ્વાસ રાખો છો.

રોમેન્ટિક સમય
લગ્ન બાદ પતિનો રોમાન્સ હંમેશા ફિક્કો પડવા લાગતો હોય છે. લગ્ન પહેલા તે જે રીતે પત્નીને ખુશ રાખવાની કોશિશ કરતો હોય છે, તેવો જોશ લગ્ન બાદ દેખાતો જ નથી હોતો. તેવામાં પત્નીની ઇચ્છતી હોય છે કે પતિ તેને આલિંગન કરે, પ્રેમ ભરી વાતો કરે, રોમેન્ટિક ડાન્સ કરે અથવા બહાર ડિનર ઉપર પણ લઇ જાય. દરેક પત્ની અમુક શારીરિક જરૂરિયાતો પણ હોય છે. તેવામાં પતિએ સમય-સમય ઉપર પત્ની સાથે ફિઝિકલ રિલેશન બનાવતા જ રહેવા જોઈએ. તેનાથી બંને એકબીજાની નજીક આવતા હોય છે અને તેમની વચ્ચે પ્રેમ પણ વધતો હોય છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…