આ મંદિરમાં આવેલો છે પાતાળલોકનો રસ્તો

141
Published on: 5:43 am, Sun, 14 March 21

આપણો દેશ અનેક ખુબીઓ અને અજાયબીઓથી ભરેલો છે. કેટલીક એવી જગ્યાઓ છે કે જેના વિશે આજે પણ બહું ઓછા લોકોને ખબર હોય છે. રાજધાની રાયપુરથી 120 કિમીના અંતરે ખરોદનગરમાં આવેલું આ શિવ મંદિર પોતાના લિંગને લઈને પ્રસિદ્ધ છે. આ મંદિર સાથે અનેક લોકવાયકાઓ જોડાયેલી છે. આ પૌરાણિક શિવલિંગની સ્થાપના લક્ષ્મણે કરી હોવાનું માનવામાં આવે છે. આવું જ એક મંદિર આવેલું છે છત્તીસગઢમાં, જે લક્ષ્મણેશ્વર મહાદેવ મંદિર તરીકે વિખ્યાત છે. માન્યતાઓ અનુસાર આ સ્થળે ભગાન રામે અહિં પર ખર અને દૂષણનો વધ કર્યો હતો.

મંદિર સાથે જોડાયેલી છે કેટલીક લોકવાયકાઓ
લક્ષ્મણેશ્વર મહાદેવ મંદિરની સ્થાપના સાથે એકે લોકવાયકા જોડાયેલી છે. ભગવાન રામે જ્યારે ખર અને દૂષણનો વધ કર્યો ત્યારે તે પછી લક્ષ્મણના અનુરોધ પર આ સ્થળે મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. આ સ્થાન તેથી ખરૌદ તરીકે પણ ઓળખાય છે. ખરૌદનગરમાં પ્રાચીનકાળમાં અનેક મંદિરો હતા. તેથી આ સ્થળને છોટેકાશી તરીકે પણ ઓળખવામાં આવે છે.

ગર્ભગૃહમાં છે લક્ષલિંગ
લક્ષ્મણેશ્વર મહાદેવ મંદિરના ગર્ભગૃહમાં એક શિવલિંગ છે. જે વિશે માન્યતા છે કે લક્ષ્મણ દ્વારા સ્થાપિત આ શિવલિંગમાં એક લાખ છિદ્ર છે. તેથી આ શિવલિંગ લક્ષલિંગ તરીકે પણ ઓળખાય છે. આ લાખ છિદ્રોમાંથી એક છિદ્ર એવું છે કે જે પાતાળગામી છે.

કારણકે તેમાં જેટલું પણ પાણી નાંખો પણ તે તેમાં સમાઈ જાય છે. જ્યારે એક છિદ્ર અક્ષયકુંડ છે. કારણકે તેમાં હમેંશા પાણી ભરેલું જ રહે છે. લક્ષલિંગ પર ચઢાવેલું જળ મંદિરની પાછળ આવેલા કુંડમમાં જતું હોવાની પણ માન્યતા છે. કારણકે કુંડ ક્યારેય સુકાતો નથી કે છલકાતો નથી. લક્ષલિંગ જમીનથી આશરે 30 ફૂટ ઉપર છે. આ લિંગ સ્વયંભૂ હોવાનું માનવામાં આવે છે.

મંદિરની બનાવટ
આ મંદિર નગરના મુખ્ય દેવના સ્વરૂપે પશ્ચિમ દિશામાં આવેલું છે. આમછતાં તે પૂર્વાભિમુખ છે. મંદિરમાં ચારેય બાજુ પત્થરની બનેલી મજબૂત દિવાલ છે. આ દિવાલની અંદર 110 ફૂટ લાંબો અને 48 ફૂટ પહોળો ચબૂતરા છે. જેની ઉપર 48 ફૂટ ઉંચું અને 30 ફૂટની ગોળાઈ ધરાવતું આ મંદિર આવેલું છે. ચબૂતરાના ઉપરના ભાગને પરિક્રમા કહે છે. સભા મંડપની સામેના ભાગમાં સત્યનારાયણ મંડપ, નંદી મંડપ અને ભોગશાળા છે.

આ મંદિરના અવલોકનથી એ જાણવા મળે છે કે પહેલા આ ચબૂતરામાં વૃહદાકાર મંદિરના નિર્માણની યોજના હશે કારણ કે તેના અધોભાગ સ્પષ્ટરીતે મંદિરની આકૃત્તિમાંથી બનેલું છે. જે કે તે અનુસાર આ લેખમાં આઠમી શતાબ્દીનના ઈન્દરબલ તથા ઈશાનદેવ નામના શાસકોનો ઉલ્લેખ જોવા મળે છે. મંદિરના મુખ્યદ્વારમાં પ્રવેશ કરતાં જ સભા મંડળ જોવા મળે છે. તેના દક્ષિણ તથા ડાબા ભાગમાં એક એક શિવાલેખ દિવાલમાં લાગેલો છે. દક્ષિણભાગના શિલાલેખની ભાષા અસ્પષ્ટછે. આથી તેને વાંચી શકાતી નથી… કઈ ભાષા છે તે ખબર પડતી નથી. લક્ષ્મણેશ્વર મહાદેવના આ મંદિરમાં શ્રાવણમાસમાં શ્રાવણી અને મહાશિવરાત્રિમાં મેળો લાગે છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…