ડેમમાંથી આકાશ સુધી અડી ગયો પાણીનો જળસ્તંભ, લોકો માને છે ભગવાનનો ચમત્કાર- જુઓ વિડિયો

1947
Published on: 11:17 am, Thu, 2 September 21

ચોમાસાની ઋતુમાં નદી, તળાવ, ડેમ અને દરિયા બધું ભરાય જાય છે. પરંતુ દેશમાં એવી ઘટના બની છે કે જાણીને તમે ચોંકી જશો. જ્યારે હાલમાં દેશના અનેક રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે મધ્યપ્રદેશનો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે.

મધ્યપ્રદેશના સિધિ જિલ્લાના દેવરી ડેમમાં એક એવો નજારો જોવા મળ્યો છે જેને જોઇને તમે પણ દંગ થઇ જશે. સોમવારના રોજ અહીં ડેમનું પાણી વાવાઝોડાના કારણે આકાશને સ્પર્શી રહ્યું હતું. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

હજારો લોકોએ આ સમગ્ર ઘટનાનો વીડિયો પોતાના કેમેરામાં કેદ કરી લીધો છે. હા વાતને જાણીને આસપાસના ગામના લોકો પણ આ નજારો જોવા ત્યાં પહોંચ્યા છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે દેવરી ડેમનું પાણી હજારો ફૂટ ઊંચું આકાશને સ્પર્શ કરી રહ્યું છે. જે રીતે જ્યારે વાવાઝૉડુ આવે ત્યારે હવામાં ધૂળ ની ડમરી ચડે છે તે એવી રીતે પાણી આકાશને અડી રહ્યું છે. કેટલાક લોકો તો આ ઘટનાને ભગવાનનો ચમત્કાર માનવા લાગ્યા છે અને કેટલાક લોકો દુર્લભ વિજ્ઞાનની ઘટના કહેવા લાગ્યા છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે ગામના લોકો આ ઘટનાને ભગવાનનો ચમત્કાર માની રહ્યા છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…