બે વર્ષથી ગાયબ થઇ ગયો હતો દીકરો, રૂમમાં તિજોરી પાછળ જોઈને ગભરાઈ ગયા

536
Published on: 5:46 pm, Fri, 17 September 21

માતા પિતા માટે પોતાના સંતાનો જ આખી દુનિયા સમાન હોય છે. છેલ્લા બે વર્ષથી એક કપલનો 10 વર્ષનો દીકરો ગુમ થઇ ગયો હતો. પોલીસે પણ તેની શોધખોળમાં કોઈ ખોટ રાખી નહોતી તેમ છતાં બાળક વિષે કોઈ જાણ થઇ ન હતી. એક દિવસ ઘરના બધા લોકોએ હાર માની લીધી હતી અને તેમના દીકરા વગર જીવન જીવવા લાગ્યા હતા. પરંતુ અચાનક એકદિવસ એવું થયું જેની પર કોઈ ભરોષો કરી શક્યા ન હતા.

છેલ્લા બે વર્ષથી તેમનો દીકરો ઘરમાંથી જ ગાયબ થઇ ગયો હતો. જયારે તેમને લાગ્યું કે, હવે તેમનો દીકરો પાછો નહિ આવે ત્યારે તેમણે ઘરમાં થોડી સાફસફાઈ શરુ કર્યું હતું. તે જયારે તેમના દીકરાનો રૂમ સાફ કરતા હતા તે દરમિયાન અચાનક પિતાની નજર બાળકના રૂમમાં મુકેલ તિજોરી પાછળ પડી હતી. તિજોરીની પાછળની દીવાલ તોડેલી હતી અને તેને સંતાડવા માટે એક કાર્ડબોર્ડ જેવું ત્યાં લગાડવામાં આવ્યું હતું. ત્યારે તે પિતાએ થોડો પણ સમય બગાડ્યા વગર એ કાર્ડબોર્ડમાં કાણું પાડી દીધું હતું. ત્યારબાદ તેને કાણામાં માથું નાખીને જુઓ તું હકીકત કાંઈક અલગ જ હતી.

આ બનાવ મિલર પરિવારમાં બન્યો હતો. પરિવારમાં પિતા ડેનિયલ, માતા સારા, મોટો દીકરો ટોમ, નાનો દીકરો જેબક હતી. થોડા સમય પહેલા તેઓ એક નવા ઘરમાં રહેવા માટે ગયા હતા. ત્યાં આવીને બધા ખુબ ખુશ હતા. પોતાના મિલનસાર પાડોશીને મળીને ઘરના બધા સભ્યો ખુશ હતા.

હંમેશા આખો પરિવાર સાથે જ જમવા બેસતા હતા. એક દિવસ તેઓ નાસ્તો કરવા માટે સાથે બેઠા હતા. ત્યારે તેમનો નાનો દીકરો પોતાના રૂમમાંથી બહાર આવતો ન હતો. ત્યારે તેના પિતા તેને બોલાવવા તેના રૂમમાં ગયા હતા. દરવાજો ખોલ્યો પણ તે રૂમમાં જેબક ન હતો. તેની શોધ આખા ઘરમાં કરવામાં આવી હતી. પરંતુ તેનો કઈ પતો લાગ્યો ન હતો. ત્યારબાદ તેઓએ પોલીસને જાણ કરી હતી. પોલીસ ઘર પર પહોંચી હતી અને બાળકને શોધવા માટે બધે ચેક કર્યો હતો. પરંતુ તેમનો દીકરો ક્યાંય મળતો ન હતો.

બે વર્ષ સુધી દીકરો ન મળતા માતા પિતા બંને ડિપ્રેશનમાં જતા રહ્યા હતા. એક બાજુ માતા ડિપ્રેશનમાં જતી રહી હતી. તો બીજી તરફ પિતાએ દારૂ પીવાનું શરુ કરી લીધું હતું. આખરે બે વર્ષે બંને એ સ્વીકારી લીધું હતું કે, તેમનો દીકરો હવે પરત આવશે નહિ. જયારે તેઓ દીકરાની રૂમ સાફ કરવા માટે ગયા ત્યારે તેમને તિજોરી પાછળ એક કાર્ડબોર્ડ ચોંટાડેલું મળી આવ્યું હતું.

જયારે પિતાએએ કાણામાં માથું નાખીને જોયું તો ત્યાં એક થેલો પડેલો હતો. તે થેલામાં એક હથોડી અને બીજા ઓજાર પણ હતા. આને કારણે એક કાચના ચશ્મા તૂટેલા પડ્યા હતા એ ચશ્મા બીજા કોઈના નહિ પરંતુ તેમના પાડોશીના જ હતા. આની સાથે તેઓ તરત બાજુવાળાના ઘરે ગયા હતા અને પોલીસની બીકને કારણે તેઓ સાચું જણાવી લીધું હતું. પાડોશીના જણાવ્યા મુજબ, તેમની પત્ની મા બની શકે એમ નથી. તેથી તેમણે જેબકને પોતાના ઘરમાં રાખી લીધો હતો. જયારે બાળકના પિતા રૂમમાં ગયા હતા ત્યારે બાળક એક પુસ્તક વાંચી રહ્યો હતો અને તેની ચારે બાજુ રમકડાં પડ્યા હતા.

લેખન અને સંપાદન : ગુજરાતી ડાયરો Team
તમે આ લેખ “ગુજરાતી ડાયરો” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું ગુજરાતી ડાયરો પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…