પુરપાટ ઝડપે આવી રહેલાં ટ્રકે બસને મારી ટક્કર, ઘટના સ્થળે જ ’18 લોકોના થયા કમકમાટી ભર્યા મોત’

247
Published on: 10:25 am, Wed, 28 July 21

અકસ્માતની ઘટના તો અવાર-નવાર બનતી જ રહે છે. અકસ્માત બારાબંકીના રામસ્નેહી ઘાટ કોતવાલી વિસ્તારમાં થયો છે. અકસ્માતના સમયે બસ હાઇવે પર ઉભી હતી, ત્યારે બેફામ ગતિએ આવી રહેલા ટ્રકે પાછળથી ટક્કર મારી હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, “બસમાં મોટાભાગના લોકો પંજાબ અને હરિયાણામાં કામ કરીને પોતાના ઘરે પાછા ફરી રહ્યા હતા.

રામસ્નેહી ઘાટમાં મોડી રાત્રે લખનૌ-અયોધ્યા હાઈવે પર કલ્યાણી નદીની પાસે બસ ખરાબ થઈ ગઈ. જાણકારી પ્રમાણે એક્સેલ તૂટવાથી બસ ખરાબ થઈ હતી. ત્યારબાદ મુસાફરો બસની નીચે, તેની આગળ અને આસપાસ આડા પડ્યા. આ દરમિયાન લખનૌ તરફથી પૂરઝડપે આવી રહેલા ટ્રકે બસને જોરદાર ટક્કર મારી દીધી. અકસ્માત બાદ ટ્રક ડ્રાઇવર ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો.

બસમાં ગરબડ થવાના કારણે લોકો બસથી ઉતરીને બસની નજીક સૂતા હતા. લખનૌ ઝોનના એડીજી એસ.એન. સાબાતે જણાવ્યું કે, અત્યારે પણ ઘણા લોકો બસની નીચે દટાયેલા છે. આ દુર્ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા છે. ઘાયલોને પ્રાથમિક સારવાર માટે રામસ્નેહી ઘાટ સીએચસી લઈ જવામાં આવ્યા છે,

યુપીના બારાબંકીમાં ભીષણ રોડ અકસ્માતમાં 18 લોકોના મોત થયા છે. આ ઉપરાંત બારાબંકી જિલ્લા હૉસ્પિટલથી કેટલાક ઘાયલોને સારવાર માટે લખનૌ ટ્રોમા સેન્ટર રેફર કરવામાં આવ્યા છે. ઘટનાસ્થળે પહોંચી પોસીસ ટીમે સ્થાનિક લોકોની મદદથી મૃતદેહો હાઈવેથી હટાવ્યા અને ઘાયલોને હૉસ્પિટલ મોકલ્યા છે. ખાનગી ટ્રાવેલ્સની આ ડબલ ડેકર બસ હરિયાણાથી બિહાર જઈ રહી હતી,

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…