આજે પણ આ પર્વત ઉપર સંભળાય છે ડમરૂ અને ઓમકારનો અવાજ- ભગવાન શિવ સાક્ષાત કરે છે નિવાસ 

237
Published on: 5:35 pm, Mon, 27 September 21

આપણે સૌ જાણીએ જ છીએ કે, ભારતના પૌરાણિક ધાર્મિક ગ્રંથોમાં કૈલાશ પર્વતનું ખૂબ જ વિશેષ સ્થાન છે. આ સ્થાનનો ભગવાન શિવ સાથે ખૂબ જ ખાસ સંબંધ છે. ધાર્મિક ગ્રંથો અનુસાર કૈલાસ પર્વત ભગવાન શિવનું નિવાસસ્થાન હોવાનું કહેવામાં આવે છે. આ કારણોસર દર વર્ષે ઘણા ભક્તો ભગવાનના દર્શન કરવા માટે આ પવિત્ર સ્થળે આવે છે. કેટલીક માન્યતાઓમાં એવું પણ કહેવામાં આવે છે કે ભગવાન શિવ હજુ પણ આ પર્વત પર પોતાના પરિવાર સાથે રહે છે. આ ઉપરાંત, આ પર્વતને સ્વર્ગની સીડી પણ કહેવામાં આવે છે.

તેની ગણતરી વિશ્વની સૌથી મુશ્કેલ પર્વતમાળાઓમાં થાય છે. તે તિબેટ પઠારથી લગભગ 22,000 ફૂટના અંતરે આવેલું છે. આ કારણે, આ સ્થળ ચઢવા માટે ખુબ જ દુર્ગમ હોવાનું કહેવાય છે. અત્યાર સુધી કોઈ તિબેટમાં કૈલાશ પર્વત પર ચઢી શક્યું નથી. તો ચાલો આજે કૈલાસ પર્વત સાથે જોડાયેલા રહસ્યો વિશે જાણીએ.

ભગવાન શિવનું નિવાસસ્થાન ગણાતા આ પર્વત પર ઘણા પર્વતારોહકો દ્વારા ચઢવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો, પરંતુ તેઓ તેમાં સફળતા મેળવી શક્યા નથી. રશિયન પર્વતારોહક સેરગેઈ સિસ્તિયાકોવ કૈલાશ પર્વતની ખૂબ નજીક પહોંચી ગયો હતો. તેણે તેના એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે, હું જ્યારે આ પર્વતની નજીક પહોંચ્યો ત્યારે મારા હૃદયના ધબકારા ખૂબ જ ઝડપથી વધી ગયા હતા.

તેમણે વધુમાં કહ્યું- તે સમય દરમિયાન હું ખૂબ જ નબળાઈ અનુભવી રહ્યો હતો. આને જોતા, મેં પરત ફરી જવાનું નક્કી કર્યું હતું. જેમ જેમ હુ નીચે આવવા લાગ્યો તેમ તેમ મારી તબિયતમાં ધીરે ધીરે સુધારો થવા લાગ્યો. આવો જ અનુભવ અન્ય પર્વતારોહક કર્નલ આર.સી. વિલ્સને પણ શેર કર્યો હતો.

જણાવી દઈએ કે, કૈલાશ પર્વત પર 7 પ્રકારની લાઈટો ચમકે છે. ઘણા લોકોએ આ લાઈટોને ચમકતી જોઈ હોવાનો દાવો કર્યો છે. વૈજ્ઞાનિકો માને છે કે, આવું પર્વતની ચુંબકીય શક્તિને કારણે થાય છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ સ્થાન પર પવિત્ર આત્માઓનો વાસ છે.

ઘણા વૈજ્ઞાનિકોને તેમના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, આ સ્થળે અલૌકિક ઉર્જાનો પ્રવાહ છે. આ કારણોસર ઘણા તપસ્વીઓ આ પવિત્ર સ્થાન પર આધ્યાત્મિક પ્રવૃત્તિઓ કરે છે જેથી તેઓ સમાધિનો અનુભવ મેળવી શકે. એટલું જ નહીં, કૈલાશ પર્વતનો આકાર પણ રહસ્યનો વિષય છે. આ પર્વતનો આકાર પિરામિડ જેવો દેખાય છે. એવું કહેવામાં આવે છે કે, કૈલાશ પર્વત પૃથ્વીનું કેન્દ્ર છે.

ઘણા લોકો આ જગ્યાને ભૌગોલિક ધ્રુવ માને છે. લોકો કહે છે કે, કૈલાશ માનસરોવરની આસપાસ ડમરુ અને ઓમના ઉચ્ચારણનો અવાજ પણ સંભળાય છે. એવું માનવામાં આવે છે કે, ભગવાન શિવનું નિવાસસ્થાન હોવાને કારણે આવું થાય છે. જોકે, હજુ સુધી તેનું કોઈ રહસ્ય બહાર આવ્યું નથી.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…