શા માટે ઘરમાં બાંધવામાં આવે છે આંબાના પાનનું કે પછી આસોપાલવનું તોરણ, જાણો

288
Published on: 5:43 pm, Sat, 11 September 21

હિંદુ ધર્મમાં જેમ પીપળો, વડ, બિલિ, તુલસી, કેળ, શમીના વૃક્ષોને શુભ માનવામાં આવે છે. તેમ આંબો અને આસોપાલવને પણ શુભ માનવામાં આવે છે. ત્યારે તેના પર પણ આંબાના પાન મૂકવામાં આવે છે. વાર તહેવાર આપણે આપણાં ઘરના મુખ્ય દ્વારે આંબાના પાન કે આસોપાલવના પાનનું તોરણ બાંધીએ છીએ.

માત્ર ઘરના દરવાજા પર જ નહીં, જ્યારે પૂજાનો કળશ તૈયાર કરવામાં આવે છે. આ સિવાય જ્યારે હિન્દુ રિવાજ પ્રમાણે લગ્ન થઈ રહ્યાં હોય ત્યારે, પણ મંડપને આંબાના પાનથી જ સજાવવામાં આવે છે. પ્રવેશ દ્વાર પર આંબાના પાનનું કે આસોપાલવનું તોરણ લગાવવાથી દરેક કાર્ય કોઈપણ વિઘ્ન વિના સારી રીતે પાર પડી જાય છે.

હનુમાનજીની કૃપા મેળવવા
ધાર્મિક માન્યતા અનુસાર કેરીને હનુમાનનું પ્રિય ફળ માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે જ્યાં પણ કેરી અથવા કેરીના પાન હોય છે ત્યાં હનુમાનજીની વિશેષ કૃપા વરસે છે.

ધાર્મિક કાર્યોમાં મહત્ત્વનું પાન
નવજાત બાળકના પારણાંને પણ આંબાના પાનથી સજાવવામાં આવે છે. આ સિવાય એવા અનેક ધાર્મિક કર્મ-કાંડ અને મંગળ કાર્યો છે. જેમાં આંબાના પાનનો અચૂક ઉપયોગ કરવામાં આવે છે.

સુખ-સમૃદ્ધિ વધારવા માટે
એક માન્યતા મુજબ આંબાનું લાકડું, ઘી અને હવન સામગ્રી વગેરેના હવનમાં ઉપયોગથી વાતાવરણમાં સકારાત્મકતા વધે છે. બહારથી આવતી હવા જ્યારે પણ આ પાનનો સ્પર્શ કરીને ઘરમાં પ્રવેશે છે તો સાથે સકારાત્મક કણોને પણ સાથે લાવે છે. આ હવાથી સુખ-સમૃદ્ધિ વધે છે અને ઘરમાંથી કંકાસ દૂર થાય છે.

લેખન અને સંપાદન : ગુજરાતી ડાયરો Team
તમે આ લેખ “ગુજરાતી ડાયરો” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું ગુજરાતી ડાયરો પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…