સગી ત્રણ દીકરીઓએ પોતાના પિતાને ‘ચપ્પાના 30 ઘા મારીને ઉતર્યા મોતને ઘાટ’- જાણો સમગ્ર ઘટના એક ક્લિક પર

1385
Published on: 10:06 am, Sun, 5 September 21

કહેવામાં આવે છે કે દીકરીઓને સૌથી વધારે પ્રિય તેનાં પિતા હોય છે. પરંતુ આજના સમાચારમાં જાણીશું કે એક પિતાણે તેની 3-3 દીકરીઓએ થઈને મોતણે ઘાટ ઉતર્યા. આ ઘટના રુસના મોસ્કો શહેરની છે. આ ઘટના 2018ના વર્ષની છે પરંતુ અઢી વર્ષ થઇ ગયા હોવા છતાં આ ઘટનાની ચર્ચા આજે પણ થાય છે. રૂસમાં ઘણા લોકોએ હત્યા કરવા વાળી બહેનોનું સમર્થન કર્યું હતું.

અને આ 3 બહેનોને સજા ન થાય એના માટે રસ્તા ઉપર ઉતરી ગયા હતા. લોકોનું એવું માનવું છે તે બહેનોએ જે પણ કર્યું એ પોતાના બચાવમાં કર્યું હતું. ઘણા લોકોનું એમ પણ કહ્યું હતું કે બહેનોએ સમજી-વિચારીને અને બદલાની ભાવનામાં આ પગલું ભર્યું હતું. આ 3 બહેનોનું નામ ક્રિસ્ટીના, એન્જલિના અને મારીયા છે. પોલીસની કાર્યવાહીમાં એ સામે આવ્યું કે પિતા દીકરીઓને ખૂબ જ મારતો હતો.

એટલું જ નહીં પરંતુ ખૂબ જ ટોર્ચર પણ કરતો હતો. પિતા પોતાની દીકરીઓને કેદીની જેમ રાખતો હતો. અને એટલું જ નહીં પરંતુ તેમનું યૌન શોષણ પણ કરતો હતો. દીકરીઓની સાથે સાથે પિતા તેમની માને પણ ટોર્ચર કરતો હતો. ટોર્ચરના ત્રાસથી માં અલગ રહેવા લાગી હતી. પિતા દીકરીઓને પોતાની માંથી પણ મળવા દેતો ન હતો. પોલીસની કાર્યવાહીમાં એ પણ સામે આવી છે,

કે આ ઘટનાની થોડીવાર પહેલા જ આ બહેનના પિતાએ તેની દરેક દીકરીને વારાફરતી પોતાની પાસે બોલાવીને મારી હતી અને તેના પાછળ નુ કારણ ફક્ત એ હતું કે તેમણે ફ્લેટની સફાઈ બરાબર કરી ન હતી. એટલું જ નહીં પરંતુ દીકરીઓને ધમકાવવાની સાથે તેમના ચહેરા પર મરચું નાખી દીધું હતું. પિતાના આ ટોર્ચરના કારણે બહેનો પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડરથી પીડાવા લાગી હતી.

આ પરિસ્થિતિમાં માણસ ડિપ્રેશનમાં જતો રહે છે. પિતાની હત્યા કર્યા પછી ખુદ બહેનોએ પોલીસને બોલાવી હતી. ઘરેલુ હિંસાના ઘણા સબૂત બતાવ્યા છતાં બહેનો પર હત્યાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. જેથી ત્રણ લાખથી પણ વધુ લોકોએ ભેગા થઈને બહેનોને જેલમાંથી મુક્ત કરવા ઝુંબેશ ચલાવી હતી. રુસી અદાલતે ત્રણે બહેનોને હાલ જમાનત આપી છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…