આ ત્રણ રાજ્યો પર મંડરાઈ રહ્યું છે ‘ગુલાબ વાવાઝોડા’નો ખતરો- વરસાદનું હાઈઅલર્ટ કર્યું જાહેર, 12 કલાક રહેશે અતિભારે

1591
Published on: 3:48 pm, Sat, 25 September 21

તાઉતે અને યાસ વાવાઝોડાં બાદ ફરીએકવાર ત્રાટકશે વાવાઝોડું. દરિયામાં થઈ રહેલ આ ઘટનાને જોતાં કોલકાતા, મિદનાપુર, 24 પરગણા સહિત આખા બંગાળમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દેશનાં પૂર્વ ભાગમાં વધુ એક વાવાઝોડાને લઈને અલર્ટ આપવામાં આવ્યું છે.

વાવાઝોડાનાં કારણે પશ્ચિમ બંગાળ અને આંધ્ર પ્રદેશમાં હાઇ અલર્ટ આપી દેવામાં આવ્યું છે, આ સાથે જ ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં જે નવા વાવાઝોડાનો ખતરો છે તે ગુલાબ વાવાઝોડામાં ફેરવાઇ શકે છે

અને જૉ આ પ્રેશર વાવાઝોડામાં ફેરવાય તો સીધું જ ઓડિશા અને આંધ્ર પ્રદેશ તરફ આગળ વધી શકે છે. નોંધનીય છે કે શનિવારે સવારે પ્રેશર ગોપાલપુરથી 510 કિમી દૂર કેન્દ્રીત હતો. IMDએ કહ્યું કે આગામી 12 કલાકમાં ચક્રવાતી તોફાન તેજ થઈ જાય તેવી સંભાવના છે અને તે પશ્ચિમ તરફ આગળ વધશે.

આંધ્ર પ્રદેશ, ઓડિશા અને બંગાળનાં દરિયા કિનારા પર અલર્ટને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. IMDએ અલર્ટ આપતા કોલકાતા પોલીસે કંટ્રોલ રૂમ શરૂ કરી દીધું છે અને બધા જ પોલીસ સ્ટેશનને હાઇ અલર્ટ પર રહેવાના આદેશ આપ્યા છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…