નવરાત્રીનાં ત્રીજા નોરતે માં ચંદ્ર્ઘટાની આરાધના કરવાથી થાય છે શાંતિ અને સુખનો અનુભવ

117
Published on: 10:17 am, Sat, 9 October 21

નવરાત્રીના નવ નોરતામાંથી ત્રીજું નોરતું માઁ દુર્ગાનું જેનું નામ ‘ચંદ્રઘંટા’ છે. નવરત્રિ આરાધનમાં ત્રીજા દિવસની પૂજાનું ખૂબ જ મહત્વ હોય છે. આ દિવસે તેમના જ વિગ્રહનું પૂજન અને આરાધના કરવામાં આવે છે. આ દિવસે સાધકનુ મન મણિપૂર ચક્રમાં પ્રવેશ પામે છે. આ ઉપરાંત, માઁ ચંદ્રઘટાની કૃપાથી અલૌકિક વસ્તુઓના દર્શન પણ થાય છે. તેમજ દિવ્ય સુગંધોનો અનુભવ થાય છે અને વિવિધ પ્રકારની દિવ્ય ધ્વનિયો સાંભળવા મળે છે. આ ક્ષણે સાધકે અત્યંત સાવધાન રહેવાની જરૂર હોય છે.

જણાવી દઈએ કે, માઁ નુ આ રૂપ પરમ શાંતિદાયક અને કલ્યાણકારી છે. તેમના માથા પર ઘંટના આકારનો અર્ધચંદ્ર છે. તે જ કારણે તેમણે ચંદ્રઘટા દેવી તરીકે ઓળખવામાં આવે છે. તેમના શરીરનો રંગ ચંદ્રની જેમ ચમકીલો છે. તેમજ તેમના દસ હાથ છે. તેમના દસે હાથોમાં તલવાર વગેરે શસ્ત્ર અને બાણ વગેરે અસ્ત્ર શોભી રહ્યા છે. તેમનું વાહન સિંહ છે. તેમજ તેમની મુદ્રા યુધ્ધને માટે તૈયાર રહેવાની હોય છે.

આ ઉપરાંત, માઁ ચંદ્રઘટાની કૃપાથી સાધકના બધા જ પાપ અને મુશ્કેલીઓ દૂર થાય છે. તેમની આરાધના ફળદાયી છે. માઁ ભક્તોના કષ્ટનું નિવારણ તરત જ કરી દે છે. તેમની ઉપાસના કરનાર સિંહની જેમ પરાક્રમી અને નિર્ભયી થઈ જાય છે. તેમના ઘંટની ધ્વનિ હંમેશા પોતાના ભક્તોની પ્રેતબાધાથી રક્ષા કરે છે. તેમનું ધ્યાન કરતાં જ શરણે આવેલાની રક્ષા કરવા, આ ઘંટની ધ્વનિ રણકી ઉઠે છે. માઁનું આ રૂપ અત્યંત મધુર અને શાંતિથી પરિપૂર્ણ છે.

તેમની આરાધના કરવાથી વીરતા-નિર્ભયતાની સાથે જ સૌમ્યતા અને નિનમ્રતાનો વિકાસ થઈ મોઢું, આંખો અને સંપૂર્ણ શરીરમાં કાંતિ-ગુણની વૃધ્ધિ થાય છે. તેમજ અવાજમાં દિવ્ય, અલૌકિક માધુર્યનો સમાવેશ થાય છે. માઁ ચંદ્રઘટાના ભક્ત અને ઉપાસક જ્યાં પણ જાય છે, લોકો તેમણે જોઈને શાંતિ અને સુખનો અનુભવ કરે છે. જેથી આપણે આપણા મન, વચન અને કર્મને સંપૂર્ણ વિધિ વિધાન પૂર્વક, શુધ્ધ કરીને માઁ ચંદ્રઘટાના શરણે થઈને આરાધના કરવી જોઈએ.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…