ત્રણ વર્ષની બાળકીના પેટ માંથી નીકળી એવી વસ્તુ કે, તે જોઈને ડોકટરોની પણ આંખો થઈ ગઈ પહોળી

365
Published on: 10:49 am, Sun, 11 July 21

અમદાવાદની સવા ત્રણ વર્ષની બાળકીનું પેટ ફૂલી ગયા હોવાથી તેના માતા-પિતા તેને દવાખાને લઈ ગયા ત્યારબાદ અઠવાડિયામાં ડૂંટીનો ભાગ બહાર આવી જતાં પીડિયાટ્રિશિયન ડો.પુષ્કર શ્રીવાસ્તવ અને પીડિયાટ્રિક ઓન્કોલોજીસ્ટ ડો. હેમંત મેઘાણીએ બાળકીને રેરેસ્ટ ઓફ ધ રેર વિલ્મ્સ ટ્યુમરનું નિદાન કર્યું હતું. ટ્યૂમરે પેટને આવરી લીધું હોવાથી પેઢાં પર દબાણને લીધે બાળકી શ્વાસ લઇ શકતી ન હોવાથી સીધી સૂઇ પણ શકતી નથી. કેન્સર સર્જન ડો. નીતિન સિંઘલ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, કેન્સર સર્જન તરીકેની મારી 10 વર્ષની કારકિર્દીમાં આ પ્રથમ કેસ હતો,

જેમાં 14 કિલો વજનની 3 વર્ષની બાળકીમાં જોવા મળતી કિડનીના કેન્સરની ગાંઠ હોવા સાથે બંને કિડની એક છેડેથી એકબીજા સાથે જોડાયેલી હતી, જેને તબીબી ભાષામાં હોર્શ શું કહે છે. બાળકીની કિડની સાથે 3.1 કિલો વજનની વિશ્વની સૌથી મોટી વિલ્મ્સ ટ્યૂમર હતી. આવાં કેસમાં બાળક મોટું હોય તો પહેલા કીમોથેરાપી આપીને સર્જરી કરાય,

પરંતુ અમે સર્જરીમાં નાની ભૂલ પણ કરવા માગતા ન હોવાથી હોસ્પિટલના ડોક્ટરોનું બોર્ડ બનાવી મેડિકલ પેપર્સ સ્ટડી કર્યા હતા. બંને કિડનીના છેડા એકબીજા સાથે જોડાયેલા હોય તેને તબીબી ભાષમાં ‘હોર્શ શૂ’ કિડની કહે છે. 3થી વર્ષના બાળકોની એક કિડનીમાં થતી ટ્યૂમરને વિલ્મ્સ ટ્યૂમર અને નેફ્રોબ્લાસ્ટોમાં પણ કહે છે. જો કે, ‘હોર્શ શૂ’ કિડની સાથે વિલ્મ્સ ટ્યૂમર રેર જોવા મળે છે.

3.1 કિલોની ટ્યૂમર આંતરડા,લોહીની મુખ્ય નળી સાથે ચોંટેલી હોવાથી બાળકીને બેભાન કર્યા બાદ ટ્યૂમર બહાર ન નીકળે અને બાયોપ્સી દરમિયાન વધુ પડતા રક્તસ્ત્રાવથી, એનેસ્થેસિયા બાદ ઓપરેશન ટેબલ પર બાળકીનું મોત થવાનું જોખમ હતું.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…