શોલે ફિલ્મમાં માત્ર 3 મિનિટના આ સીનનું શુટિંગ ચાલ્યું હતું 3 વર્ષ, જાણો આ સીનમાં એવું તો શું હતું ખાસ

671
Published on: 6:15 am, Thu, 24 June 21

બોલીવૂડ ફિલ્મો તો બધા જોતે જ હશે, અને એમાં પણ જુના ફિલ્મોની તો વાત જ નિરાળી છે. તો આજે આપણે આ લેકમાં અમિતાભ બચ્ચનના એવાં ફિલ્મની વાત કરશું જે તમે ક્યારેય નહીં જાણી હોય. ‘શોલે’ ભારતીય ફિલ્મ ઉદ્યોગની સૌથી સફળ ફિલ્મ ગણવામાં આવે છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર પૈસાનો વરસાદ કર્યો હતો. તેનો દરેક ડાયલોગ પ્રખ્યાત થયા હતા.

જય-વીરુ તો આખા દેશમાં ફેમસ થયા હતા. પરંતુ ખુબ ઓછા લોકો જાણતા હશે કે ફિલ્મના ડાયરેક્ટર રમેશ સિપ્પીએ ફિલ્મના એક સીનના શૂટિંગમાં લગભગ ત્રણ વર્ષનો સમય લીધો હતો. તેનો ખુલાસો અમિતાભ બચ્ચને પોતાના એક ઇન્ટરવ્યુમાં કર્યો હતો. અમિતાભે કહ્યું હતું કે તેમની અને જયા વચ્ચે એક સીન છે, આ સીનને શૂટ કરવામાં લગભગ ત્રણ વર્ષ લાગ્યાં છે. ફિલ્મ શોલેમાં એક સીન છે જેમાં જયા બચ્ચન ફાનસ પ્રગટાવી રહી છે અને અમિતાભ માઉથ ઓગર્ન વગાડી રહ્યા છે.

તે સીન આમ તો ત્રણ મિનિટનું જ છે. પરંતુ એને શૂટ કરવામાં ત્રણ વર્ષ લાગ્યાં હતાં. તો બધાના મનમાં એવો સવાલ થતો હશે કે શા માટે ૩મિનિટ ના સીનમા ત્રણ વર્ષ લાગ્યાં? અમિતાભે પોતાના ઇન્ટરવ્યુમાં આ સીન વિશે વાત કરી હતી કે મને આશ્ચર્ય થાય છે કે લોકોને ફિલ્મનું એ સીન યાદ આવે છે જેમાં જયા ફાનસ પ્રગટાવી રહી હતી અને હું માઉથ ઓગર્ન વગાડી રહ્યો હતો. આ સીનને શૂટ કરવા માટે એક અલગ લાઇટિંગની જરૂર હતી.

અમારા ડારેક્ટર સૂર્યાસ્ત સમયે શોટ લેવા માગતા હતા. તમને વિશ્વાસ નહીં થાય કે રમેશજીએ આ સીનના શૂટિંગમાં 3 વર્ષનો સમય લીધો કે જેથી તેમને પરફેક્ટ શોટ મળી શકે. રમેશ સિપ્પી ઈચ્છતા હતા કે શોલે ભારતની સૌથી મોટી ફિલ્મ બને.

ફિલ્મ મોટી બનાવવા માટે 35 મીમીનું ફોર્મેટ ટૂંકાવી દેવામાં આવ્યું હતું, તેથી તેને 70 મીમી અને સ્ટીરિઓફોનિક અવાજમાં બનાવવાનું નક્કી થયું.  પરંતુ વિદેશથી આવેલા કેમેરાના શૂટિંગને કારણે ફિલ્મનું બજેટ ઘણું વધી રહ્યું હતું, તેથી ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ 35 મીમીમાં થયું હતું અને તે પછી તે 70 મીમીમાં બ્લોઅપ થયું હતું. શોલેનું કુલ બજેટ 3 કરોડ રૂપિયા હતું.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…