સોમનાથ મહાદેવ મંદિરમાં આવેલી હવામાં તરતી મૂર્તિનું રહસ્ય- જાણીને તમારી આંખો પહોળી થઈ જશે

403
Published on: 2:26 pm, Sat, 28 August 21

ગુજરાતમાં આવેલા સોમનાથ મંદિર વિશે બધા જાણતા જ હશે. કહેવામાં આવે છે કે ત્યાં ભગવાન શિવ તમામ મનોકામના કરે છે પૂર્ણ. આ તીર્થધામમાં ભક્તોની અતૂટ શ્રદ્ધા રહેલી છે અને તેથી જ આ સ્થાનકનું મહત્વ પણ એટલું જ વિશાળ છે, સાથે આ મંદિરોનો ઇતિહાસ પણ ઘણો જ મહત્વપૂર્ણ છે,

ઘણીવાર આ મંદિરનો જીર્ણોદ્ધાર થયો છે, ઘણા મુસ્લિમ શાસકો દ્વારા આ મંદિરને તોડવામાં આવ્યું છતાં પણ આ મંદિરને ફરી પાછું ઉભું કરવામાં આવ્યું હતું. જયારે મહંમદ ગજનવીએ સોમનાથ મંદિર ઉપર આક્રમણ કર્યું ત્યારે તે પણ હવામાં તરતી આ મૂર્તિને જોઈને આશ્ચર્યમાં પડી ગયા હતા.

તેને આ મૂર્તની ફરતે ભાલા મારી અને સત્ય તપાસવાની કોશિશ પણ કરી હતી છતાં પણ તેને કંઈ હાથ લાગ્યું નહિ અને છેવટે તેને જે કર્યું તેના કારણે લખો શ્રદ્ધાળુઓની આસ્થાને ઠેસ પણ પહોંચી હતી. મહંમદ ગજનવીએ પોતાના સેવકોને આ હવામાં લટતકતી મૂર્તિનું રહસ્ય શોધવા માટેના આદેશ પણ આપ્યા છતાં

પણ તેના સેવકોને પણ નિરાશ થવું પડ્યું હતું, તેને ભાલા મારી પોતે પણ તપાસ કરી તે છતાં પણ તેના હાથમાં કઈ ના લાગ્યું તેને એવી કોઈ વસ્તુ ના મળી જેના આધાર ઉપર એ મૂર્તિ હવામાં હતી. ગજનવીના એક ચાલાક સેવકે જણાવ્યું કે આ મૂર્તિને ખુબ જ ચાલાકીથી મુકવામાં આવી છે, આ મૂર્તિ લોખંડની છે

અને મંદિરના ગુંબજમાં ચુંબક લગાવવામાં આવ્યા છે જેના કારણે તે હવામાં લહેરાઈ રહી છે. ગજનવીએ આ વાતનું પુષ્ટિ કરવા માટે મંદિરના ગુંબજ તોડવાનું શરૂ કર્યું ત્યારે એક તરફનો ગુંબજમાંથી પથ્થર કાઢવાનું શરૂ કરાવ્યું ત્યારે મૂર્તિ એક તરફ નમી અને પછી તો તેને મંદિરનો ગુંબજમાંથી બધા પથ્થર કાઢી નાખ્યા જેના કારણે મૂર્તિ જમીન ઉપર પડી હતી.

મહંમદ ગજનવીએ આ રીતે સોમનાથ મંદિરને ધ્વંશ કરીને હવામાં લટકતી મૂર્તિનું રહસ્ય ખોલ્યું હતું. એ સમયે કુશળ કારીગર દ્વારા આધુનિક જમાનાને પણ માત આપે એ રીતની કારીગરી એ મૂર્તિમાં કરવામાં આવી હતી અને મંદિરના ગુંબજમાં ચુંબક લગાવી મૂર્તિને હવામાં લહેરાવવામાં આવી હતી, જે કારીગરી ખરેખર ચોંકાવનારી હતી.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…