ભરતડકે ફરજ બજાવતાં પોલીસો હવે કરી શકે આ કામ, જાણો સરકારે જાહેર કર્યું પરિપત્ર

197
Published on: 6:08 am, Thu, 6 May 21

ગત વર્ષ 2020માં લોકડાઉન લાગ્યું ત્યારે પોલીસ કર્મચારીઓ ભરતડકામાં ઉભા રહીને તેઓ પોતાની ફરજ બજાવતાં હતા. અને આ વર્ષે પણ કોરોના વધવાને કારણે પોલીસ પોતાની ફરજ બજાવે છે. ગુજરાતના 36 શહેરોમાં કરફ્યૂ ચાલી રહ્યો છે.

તેના કારણે બંદોબસ્તમાં ઉભા રહેતા ગુજરાતના પોલીસના પીએસઆઈ સુધીના કર્મચારીઓ હવે બેરેટ કેપની જગ્યાએ નેવી બ્લ્યૂ કલરની ગુજરાત પોલીસના લોકો સહિતની મિલેટ્રી કેપ પણ ઉનાળાની અસહ્ય ગરમીમાં પહેરી શકશે તેમ રાજ્યના પીએન્ડએમના અધિક પોલીસ મહાનિર્દેશક નરસિમ્હા કોમરે એક પરિપત્ર જાહેર કર્યો છે.

31 જુલાઈ સુધી પોલીસને આ છૂટ આપવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું છે. કોવિડ 19 સંક્રમણની બીજી લહેરમાં આવશ્યક ચીજવસ્તુઓ સિવાયના બીજા બધા કામ ધંધા બંધ રાખવા માટે રાજ્ય સરકારે જાહેરાત કરી છે. આ નિર્ણયનું ચુસ્તપણે પાલન થાય તે હેતુંથી ગુજરાતના 36 શહેરોમાં પોલીસ ભડતડકે પણ ઉભી રહે છે.

તે હેતુંથી તેમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું છે.  જેમાં બંદોબસ્તમાં ફરજ બજાવતા એસઆરપીના જવાનો, પોલીસકર્મચારપીઓ, ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા જવાનો તેમજ પીએસઆઈ સુધીના અધિકારીઓ આ કેપ પહેરી શકશે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…