કોરોના દર્દીનું ઓક્સિજન લેવલ ઘટી જાય તો ઘરે બેઠા જ કરો આ ઉપાય, જેનાથી હોસ્પિટલ જવાની નહિ પડે જરૂર

214
Published on: 6:12 am, Fri, 23 April 21

કોરોના વાયરસ ખુબ જ ઘાતક બનવા લાગ્યો છે. કોરોનાએ તો ઘણાં લોકોનો જીવ લીધો. કોરોના ખુબ જ ફેલાતાં લોકો માટે ઓક્સિજનના બાટલાઓ પણ ઘટવા લાગ્યા છે તો આવી સ્થિતિમાં જો તમને અથવા તમારા સગા-વ્હાલામાં જો કોઈને ઓક્સિજન ઘટવા લાગે તો આ ઉપાયથી ઘરે જ બેઠા તેનું ઓક્સિજન લેવલ વધારી શકાય છે. કોરોનામાં લોકોને શ્વાસ લેવામાં મુશ્કેલીઓની સમસ્યાઓ ઉભી થઈ છે.

કોરોના મહામારી વચ્ચે ઓક્સિજનની ભયંકર અછત ઉભી થઈ છે. કોરોનાથી સંક્રમિત થનારાઓમાં ઘણા લોકોનું ઓક્સિજન લેવલ ઘણું નીચે ચાલ્યું જાય છે જેના લીધે તેમને ઓક્સિજનની જરૂર પડે છે,. આ સ્થિતિમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે સમયસર પોર્નીંગ(Proning) ક્રિયા દ્વારા ઘણા લોકોનો જીવ બચાવી શકાય છે. આરોગ્ય મંત્રાલયે કેટલાક પગલા સૂચવ્યા છે.

જાણો કઈ રીતે કરવું પોર્નીંગ
દર્દીને Proning માટે ઉંધા પેટે સુવડાવવામાં આવે છે. ત્યાર બાદ તેના માથા અથવા ગળાના ભાગની નીચે એક ઓશીકું મૂકવું પડે છે. છાતી અને પેટની નીચે એક અથવા બે ઓશીકાં અને પગની નીચે 2 ઓશીકાં હોય છે. આ પ્રક્રિયા માટે 4-5 ઓશીકાંની જરૂર પડે છે.

આ ક્રિયા દરમિયાન દર્દીને સતત શ્વાસ લેવાનું ચાલુ રાખવુ પડે છે. આરોગ્ય મંત્રાલયે ચેતવણી પણ આપી છે કે Proning ની આ ક્રિયા 30 મિનિટથી વધુ ના કરવી. Proning ને લગતી બીજી ચેતવણી જારી કરી છે. જે પ્રમાણે આ ક્રિયા ભોજન કર્યા પછી એક કલાક સુધી કરવી નહીં. આ સિવાય ગર્ભાવસ્થા અથવા હાર્ટ એટેકની સ્થિતિમાં આ પ્રવૃત્તિ ન કરાવી જોઈએ.

જેના દ્વારા દર્દીના શરીરમાં ઓક્સિજનનું સ્તર ઘરે રહીને જ સુધારી શકાય છે. શરીરમાં ઓક્સિજનનું સ્તર Proning (પલંગ પર બેઠા બેઠા) દ્વારા વધારી શકાય છે. એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, તબીબી રીતે Proning ને શરીરમાં ઓક્સિજનનું સ્તર વધારવાની ક્રિયા તરીકે માન્યતા આપવામાં આવે છે .

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, જ્યારે દર્દીને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. અને શરીરમાં ઓક્સિજનનું સ્તર 94 ની નીચે જાય છે ત્યારે Proning ની જરૂર પડે છે. સમયસર Proning ક્રિયા દ્વારા ઘણા લોકોનો જીવ બચાવી શકાય છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…