પાનના ગલ્લે મળતી માત્ર 15 રૂપિયાની આ વસ્તુ યુવાધન માટે છે ખુબ જ ખતરનાક, થઈ રહ્યું છે તેનું ધોમ વેચાણ

607
Published on: 5:13 pm, Thu, 25 November 21

આજના યુવાધનને ગેરમાર્ગે દોરાતા વાર નથી લાગતી. છેલ્લાં કેટલાંક દિવસોથી ડ્રગ્સના મામલામાં યુવાધનનું નામ વધારે નોંધાય છે. કરોડો રૂપિયાનો ડ્રગ્સ ગુજરાત માંથી પકડાઈ રહ્યો છે. કારણ કે ગુજરાતનું યુવાધન નશાખોરીના રસ્તે છે. એક એવી સ્ટિક કે જેના થી ચરસ ગાંજો પીવાઈ રહ્યો છે અને તે આસાનીથી મળી રહી છે.

અમદાવાદ સહીત રાજ્યના મોટા શહેરોમાં ડ્રગ્સનું સેવન વધી ચૂક્યું છે. યુવાધન ડ્રગ્સના રવાડે ચડતા હવે ડ્રગ્સની માંગ વધી છે. ત્યારે આ ચરસ ગાંજો પીવા માટે ની સ્ટિક અમદાવાદના તમામ પાન ગાલા પર આસાનીથી મળી રહી છે. આ સ્ટિક નું નામ કેપટન ગોગો સ્ટિક છે.

જે આમ તો તમાકુ માટે ઉપયોગમાં લેવાય છે, પરંતુ ડ્રગ્સ ના રવાડે ચડેલા નબીરાઓ આ સ્ટિક ચરસ અને ગાંજા માટે ઉપયોગ કરી રહ્યા છે. માત્ર 15 રૂપિયા માં આ સ્ટિક પાનના ગલ્લા પર મળી રહી છે. યુવાધન આ સ્ટિક ખુબ જ ખરીદી કરી રહ્યા છે. ડ્રગ્સ ની વધેલી  માંગ પાછળ યુવાઓ માં વધી રહેલું તેનું ચલણ(ગોગા સ્ટ્રીક) જવાબદાર છે.

પાન ગલ્લાના વિક્રેતાના જણાવ્યા મુજબ યુવાધન આ સ્ટિક ખુબ જ ખરીદી કરી રહ્યા છે. રાત્રી ના સમયે આ ગોગો સ્ટિક લેવા યુવાનો આવતા હોય છે અને તે યુવાનો આ સ્ટિક ચરસ ગાંજો પીવા ઉપયોગ કરતા હોય છે

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…