ગુજરાતીઓ જર્સી કાઢીને થઈ જાવ તૈયાર: આગામી 5 દિવસ પડશે હાડ થીજવતી કાતિલ ઠંડી- જાણો ક્યાં કેટલું રહેશે તાપમાન

360
Published on: 10:45 am, Wed, 15 December 21

અમદાવાદ શહેરમાં લઘુત્તમ તાપમાન એક દિવસમાં જ 3.3 ડિગ્રી ગગડતાં ઠંડીનું જોર વધ્યું છે. શહેરમાં સોમવારે લઘુત્તમ તાપમાન 16.7 ડિગ્રી નોંધાયુ હતુ જે આજે ઘટીને 13.4 ડિગ્રી નોંધાયુ છે. સતત ચોથા દિવસે કચ્છના નલિયામાં પારો ગગડતાં 6 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. દક્ષિણ ગુજરાતમા વરસાદી માહોલ સર્જાયા બાદ અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં ઠંડીનું જોર ઘટી ગયું હતુ.

મંગળવારથી રાજ્યમાં ફરી શિયાળાની ઠંડીએ જમાવટ શરૂ કરી દીધી છે. ગુજરાતમાં આગામી 5 દિવસ કાતિલ ઠંડીની આગાહી કરવામાં આવી છે. જેમાં રાજ્યના તાપમાનમાં 3થી 4 ડિગ્રીનો ઘટાડો થશે તથા સૌરાષ્ટ્ર, કચ્છમાં 16 ડિસેમ્બરથી કોલ્ડવેવ રહેવાની શક્યતાઓ છે. તેમજ 6 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર રહ્યું છે. રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે.

જેમાં મોટાભાગના શહેરોમાં તાપમાન ગગડ્યું છે. તેમજ 3થી 4 ડિગ્રી તાપમાન ગગડ્યું છે. જેમાં 16,17,18 ડિસેમ્બરે હાડ થીજાવતી ઠંડી પડશે. તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં 16 તારીખ બાદ કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ભારતમાં હિમવર્ષાના પગલે રાજ્યમાં ઠંડી વધવાનું શરૂ થયું છે. જાણીતા પ્રવાસન સ્થળ માઉન્ટ આબુમાં રાત્રિનું તાપમાન સતત બીજા દિવસે શૂન્ય ડિગ્રી નોંધાયું હતુ.

રસ્તા, કાર, વૃક્ષો પર બરફના પડ જામી ગયા હતા. ગુજરાતમાં નલીયામાં આજે ઠંડીમાં આંશિક ઘટાડો નોંધાયો હતો. હવામાન ખાતાએ અમદાવાદમાં આજથી ઠંડી વધવાની આગાહી કરી છે. જ્યારે ખાનગી હવામાન એજન્સીએ અમદાવાદમાં 15મીથી તીવ્ર ઠંડી પડશે અને 17મીએ 10 ડિગ્રી થવાની આગાહી કરી છે. ગુજરાતને અડીને આવેલા રાજસ્થાનના પર્યટન સ્થળ માઉન્ટ આબુમાં પણ ઠંડીનો પારો વધ્યો છે.

સતત બીજા દિવસે પણ માઉન્ટ આબુમાં રાત્રિ દરમ્યાન તાપમાન 0 ડિગ્રીએ પહોંચ્યું છે. દિવસનું તાપમાન 18 ડિગ્રી નોંધાયું છે. અત્યારે માઉન્ટમાં સહેલાણીઓમાં નવયુગલોનો ધસારો વધુ જોવા મળી રહ્યો છે. લોકો માઉન્ટમાં જામેલા બરફ્ના થર પર ફ્રવાનો આનંદ માણતા જોવા મળ્યાં હતા.  જે રાજ્યમાં સૌથી નીચુ તાપમાન રહ્યું છે. હવામાન ખાતાની આગાહી મુજબ બુધવારના રોજ કચ્છ પંથકમાં કોલ્ડવેવની સ્થિતિ રહેશે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…