13 ઓગસ્ટથી લાગુ થઈ ચુક્યું છે ટ્રાફિક પોલીસનું નવું જાહેરનામું, ફટાફટ જાણી લો નિયમો નહીંતર ભરવો પડશે દંડ

570
Published on: 10:14 am, Sat, 14 August 21

ટ્રાફિકના નિયમો અમુક સમયે બદલાઈ જ જાય છે. છેલ્લા 7-8 વર્ષમાં વાહનો ખુબ જ વધી રહ્યા છે, આજના આ સમાચારમાં 13 ઓગસ્ટ અટેલે કે ગઈ કાલથી ટ્રાફિકના નિયમો માં થયેલા ફેરફાર વિશે જાણીશું. ઘણા લોકો પોતાનો દેખાવ કરવા કે રોફ જમાવવા પોતાનો હોદ્દો પોતાની ગાડી ફોરવ્હીલ કે ટુવ્હિલ વગેરેમાં લગાવે છે.

જેમાં ખાસ કરીને પોલીસ, વકીલ, સરકારી હોદ્દેદારો, પ્રેસના ધંધા જેવા સ્ટીકરો ગાડી પર લગાવે છે. ઘણી વખત તો આ નોકરી ધરાવતા લોકોના સગાસંબંધીઓ પણ પોતાના વાહનો પર લખાવે છે. જયારે આ બાબતે પોલીસે આ બાબતને નવું જાહેર નામું બહાર પાડ્યું છે. જેમાં આદેશ કરવામાં આવ્યો છે કે પોલીસ કર્મચારી ફરજ પર આવતા જતા હેલ્મેટ વગર મુસાફરી કરતા હોય છે.

જયારે આ કર્મચારીઓ પોતાની નંબર પ્લેટ પણ રાખતા નથી. ઘણા પોલીસ કર્મચારીઓના વાહન પર Police કે P લખેલું હોય છે. આ સિવાય ‘ડોકટરો- Dr’, ‘વકીલો- Advocate’, ‘Press’ જેવા ઘણા પ્રકારના ખાસ સ્ટીકરો કે લખાણો જોવા મળે છે. આ સ્ટીકરો જેની ગાડી પર જોવા મળે તે વાહન તેની ખાસ ઓળખ પણ બતાવતા હોય છે.

જેનાથી બીજા લોકો પણ તેની સાથે કોઈ માથાકુટ થાય આ લોકોની સ્ટીકરો જોઇને ટાળી વાળે છે. હવે આ બાબતે પોલીસની ટ્રાફિક શાખા દ્વારા 13 ઓગષ્ટ 2021 થી 19 ઓગષ્ટ 2021 સુધી સાત દિવસની ચુસ્ત જુંબેશ ચલાવવામાં આવશે, જેમાં આવા લખાણ વાળા વાહનો પર કાયદાકીય રીતે શિસ્ત વિરુદ્ધનાં પગલાં ભરવામાં આવશે. આ મામલે હવે પોલીસ સક્રિય થઈ રહી છે,

જેમાં હવે શિસ્ત બધા જીલ્લામાં પોલીસે નવા પાડેલા જાહેરનામ અનુસાર પગલા ભરવામાં આવી શકે છે. જેમાં સરકારી અધિકારી, નોકરીયાત અને સામાન્ય લોકો પર આ કાયદો લાગુ પડી શકે છે. આ માટે હાલમાં જ ટ્રાફિક પોલીસ દ્વારા બહાર પાડેલા જાહેર નામાનુસાર દરેક પોલીસ સ્ટેશન, હેડ ક્વાર્ટર, પોલીસ કમિશ્નર કચેરી બધી જગ્યાએથી આ મોટર વ્હીકલ એક્ટ મુજબ કેસો કરવાનો તેમજ દરેક સ્થળો પર પોલીસ ચેકિંગ પોઇન્ટ ગોઠવવાનો આદેશ કરવામાં આવ્યો છે. આમ જો તમારા વાહનો પર કોઈ લખાણ હોય તો ચેતી જજો, નહીંતર ભરવો પડશે દંડ.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…