સિવિલ હોસ્પિટલની બેદરકારી દર્દી બોલતા રહ્યા ‘આ લોકો મને મારી નાખશે અહિયાંથી બહાર કાઢો’, જાણો સમગ્ર ઘટના એક ક્લિક પર

145
Published on: 4:28 am, Mon, 19 April 21

કોરોનાકાળની બીજી લહેર તો ખુબ જ ખતરનાક સાબિત થઈ છે, આ વચ્ચે બધા કોરોના થતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે જાય છે પરંતુ સિવિલ વાળા દર્દીઓ સાથે ખુબ જ ખરાબ વર્તન કરતા હોય તેવું સામે આવ્યું છે, અમદાવાદ સિવિલ આ કિસ્સો છે. શનિવારે આસ્ટોડિયા ખાતે રહેતાં ઈમરાન કચરાજીવાલા નામના 40 વર્ષના યુવાનનું મોત થયું હતું. મૃતકના ભાઈ ફૈસલે આક્ષેપ કર્યો હતો કે, સિવિલ હોસ્પિટલ તંત્રે અમારા પેશન્ટની કોઈ જ તકેદારી રાખી નહોતી,

દર્દી સાથે છેલ્લે વાત થઈ ત્યારે તેમણે પરિવાર સાથેની વાતચીતમાં સ્પષ્ટ કહ્યું હતું કે, મને અહીંથી બહાર કાઢો, આ લોકો મને મારી નાખશે, અહીંયા કોઈ સારવાર કરતાં નથી, ખાવાનું પણ આપતાં નથી, આટલી યુવા વયે અચાનક ગણતરીના કલાકોમાં સિવિલમાં મોતને લઈ પરિવારે શનિવારે સિવિલ હોસ્પિટલમાં ભારે હોબાળો મચાવ્યો હતો. અન્ય સગાઓએ એવો સૂર પુરાવ્યો હતો કે, સિવિલમાં નિર્દોષ લોકોને મરતાં અટકાવવા જોઈએ,

સિવિલ હોસ્પિટલ તરફ સરકાર ધ્યાન આપે. સિવિલમાં ખૂબ લાપરવાહી દાખવવામાં આવી રહી હોવાનો આક્ષેપ કરાયો હતો, આવી લાપરવાહી દાખવનારા સામે કડક હાથે પગલાં લેવા જોઈએ. મૃતકના પરિવારના સભ્યે વાતચીતમાં જણાવ્યું હતું કે, ઈમરાનને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી એટલે 16મી એપ્રિલના શુક્રવારે 11 વાગ્યે 108 એમ્બ્યુલન્સને ફોન કર્યો હતો, જોકે એમ્બ્યુલન્સ મોડે મોડે સાંજે પાંચ વાગ્યે આવી હતી, એ પછી સાંજે સિવિલ 1200 બેડ હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા,

એ પછી અન્ય વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા, બીજા દિવસે શનિવારે સવારે દર્દી ઈમરાન સાથે વાત થઈ ત્યારે તેમણે રોષે ભરાઈ જણાવ્યું હતું કે, મને અહીંથી બહાર કાઢો, મને મારી નાખશે, કોઈ સારવાર થતી નથી, આ છેલ્લી વાતચીત શનિવારે સવારે નવ વાગ્યા આસપાસ થઈ હતી. ત્યારબાદ દર્દીએ 11 વાગ્યા પછી ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું, પરિવારજનોએ વારંવાર ફોન પર વાતચીત કરવા માટે પ્રયાસ કર્યો હતો.

એ પછી સિવિલ તંત્રે દર્દીનું મોત થયાની જાણકારી આપી હતી, ડેથ રિપોર્ટમાં શનિવારે બપોરે બે વાગ્યે મોત થયાનું લખાયું છે, હોસ્પિટલે પરિવારને બે વાગ્યે મોત અંગેની જાણ કરી હતી. આ દર્દીનો આરટીપીસીઆર ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો. પરિવારે કહ્યું કે, જે તે વોર્ડ મામલે પણ હેલ્પ ડેસ્ક પરથી તેમને ખોટી માહિતી આપવામાં આવી હતી. હેલ્પ લાઈન પર કોલ કર્યો ત્યારે કોઈ ફોન ઉપાડતાં નહોતા,

પેશન્ટ ડી-૫માં એડમિટ હતા, પણ સિસ્ટમમાં સી-૩ બતાવતાં હતા, પરિવારે સિવિલમાં હોબાળો મચાવતાં એવી હૈયાવરાળ ઠાલવી હતી કે, અમારો પેશન્ટ હવે ફરી ક્યારેય પાછા નહિ આવી શકે, સિવિલ તંત્રે કોઈ દરકાર રાખી નથી.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…