મા વગરના દીકરાએ 38 વર્ષની ઉંમરે કર્યા લગ્ન પરંતુ સ્વરૂપવાન યુવતીએ કર્યું એવું કે, જાણીને તમારી આંખોમાંથી અશ્રુ વહી જશે

1572
Published on: 11:50 am, Wed, 18 August 21

લુંટેરી દુલ્હનના કિસ્સાઓ બધાએ સાંભળ્યા જ હશે પરંતુ આજે આ લેખનો કિસ્સો સંભાળીને તમે રડવા લાગશો. અનેક એવા યુવકો છે જેમને પોતાની જીવનસાથી શોધવામાં અનેક મુશ્કેલીઓ પડે છે તેવા સમયમાં માસૂમ લોકોને ફસાવવા માટે આખી ગેંગ સક્રિય હોય છે. જ્યારે લગ્ન થાય ત્યાર બાદ યુવતી એક સપ્તાહમાં હાથ ફેરો કરીને જતી રહે છે.

આવા જ એક યુવકને ફસાવીને તેના ત્રણ લાખ રૂપિયા લઈને એક અઠવાડિયામાં દુલ્હન, તેના સ્વજન ફરાર થઈ ગયા છે. સોનલને જોવા માટે અલ્પેશભાઈ અમદાવાદ આવ્યા હતા ત્યાર બાદ સોનલ અને પરિવારને ઘર જોવા માટે પોતાના ઘરે બોલાવ્યા હતા. લગ્ન નક્કી થઈ ગયા અને અમદાવાદ ગોમતીપુર નજીક વકીલની ઓફિસ પાસે લગ્ન કરાવ્યા હતા.

લગ્ન સમયે સોનલના કહેવાતા સગાંઓએ અલ્પેશભાઈ પાસે 3 લાખ રૂપિયા લીધા હતા. જે રૂપિયા થોડાં થોડા કરીને અલ્પેશભાઈએ ભેગા કર્યા હતા. અલ્પેશભાઈ અને સોનલના લગ્ન થયા બાદ તેઓ માણસા રહેવા ગયા હતા. જ્યાં એક સપ્તાહ બાદ સોનલની માસી તેને નૈવેદ્યના બહાને લેવા આવી હતી અને પોતાની સાથે લઈ ગઈ હતી.

માતાના મોત બાદ અલ્પેશ ભાઈ અને તેમના પિતા ઘરે એકલા જ રહેતા હતાં. અલ્પેશ ભાઈ પોતાના માટે સારું પાત્ર શોધતા હતા તેવા સમયે એમના પિતાના પરિચયથી એક મહિલાનો નંબર મળ્યો જેને સોનલ નામની યુવતીની વાત કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, ગાંધીનગર જિલ્લામાં અવેમાં માણસા પાસે રહેતા 38 વર્ષના અલ્પેશભાઈ સોની પોતે સોનીની દુકાનમાં કામ કરીને ગુજરાન ચલાવે છે. ​​​​​​​​​​​​​​માસી સાથે પિયર ગયેલી સોનલ પાછી આવતી નહોતી અને અનેક વખત વાયદા કરાતા હતાં.

જેથી અલ્પેશભાઈ સોનલને શોધવા અમદાવાદ આવ્યા તો સોનલના ઘરે તાળું હતું. એટલું જ નહીં થોડા દિવસ બાદ અલ્પેશભાઈના ઘરે એક ભાઈ આવ્યાં અને કહ્યું કે, મારા સોનલ સાથે લગ્ન થયા હતા અને તમારી પાસેથી ગયા બાદ પણ સોનલના લગ્ન બીજે થયા હતા. આમ લૂંટરી દુલ્હનનો પર્દાફાશ થયો.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…