એપ્રિલ મહિનો આ પાંચ રાશિના જાતકો માટે રહેશે ખુબ જ ભારે, જાણો તમારી રાશિ તો નથી ને..!

165
Published on: 6:46 am, Thu, 1 April 21

આજથી એપ્રિલ મહિનો શરુ થઈ ગયો છે. તો જાણો તમારા માટે આ મહિનો કેવો રહેશે સારો કે ખરાબ! સૂર્ય શુક્રની ગુરૂ શનિની અને રાહુ મંગળની સાથે યુતિ કરશે. મહિનાની શરૂઆતમાં જ બૃહસ્પતિ રાશિ પરિવર્તન કરશે ગ્રહોની આવી સ્થિતિ આખો મહિનો રાશિચક્ર પર જોવા મળશે. એપ્રિલ મહિનાની શરૂઆત વૃશ્ચિક લગ્નમાં થઇ રહી છે આ દિવસે ચંદ્રમાં તુલા રાશિમાં છે.

જયોતિષના જાણકારો અનુસાર મેષ, મિથુન, કર્ક, સિંહ, કન્યા અને વૃશ્ચિક રાશિના જાતકોએ સાવધાન રહેવાની સલાહ આપવામાં આવે છે. જો તમારી પણ આમાંથી કોઇ એક રાશિ છે તો જરા સંભાળીને કેમકે આ સાત રાશિ માટે આ આખો મહિનો થોડો ભારે જવાનો છે.

મિથુન રાશિ
આવક કરતા જાવક વધી જશે. આર્થિક સમસ્યાઓ વકરશે. તબીયતની કાળજી રાખવી મુશ્કેલી વધશે. થોડી પણ લાપરવાહી ગંભીર સમસ્યા નોતરી શકે છે. અકસ્માતના યોગ છે. વાહન પર જતા સંભાળ રાખવી. ઉતાવળા નિર્ણયોથી દૂર જ રહેવુ. વાણી પર કાબુ રાખશો. તકરારથી દુર જ રહેવુ.

મેષ રાશિ
આ આખો મહિનો તમારા કાર્યક્ષેત્રમાં ભારે ઉતાર-ચડાવ રહેશે, કેમકે રાહુ અને મંગળની ઉપસ્થિતિ દશમ ભાવમાં ખરાબ રીતે પ્રભાવિત કરી રહી છે. આનાથી તમને નોકરીના મામલે કેટલીક પરેશાની ભોગવવાની આવશે. કાર્યક્ષેત્રમાં એક પછી એક મુશ્કેલી આવતા હતાશા છવાશે. શાંતી અને ધીરજથી કામ કરશો તો આ સમય જતો રહેશે.

કર્ક રાશિ
આ મહિનો તમારા માટે ઉતાર-ચડાવથી ભરપુર રહેશે. આવક આવશે અને જશે. શનિ અને ગુરુની યુતી થોડી રાહત આપશે, જે તમને તમારા કામમાં ખૂબ મદદ કરશે અને તમે સારી પ્રગતિ મેળવી શકશો. તમારા સ્વાસ્થ્યનું ખૂબ ધ્યાન રાખો. મહત્વપૂર્ણ કાર્યોમાં વિલંબ થઈ શકે છે.

વૃશ્ચિક રાશિ
આ મહિનો વેપાર ધંધા માટે ખરાબ રહેશે. નાની તકરાર મોટી લડાઇ બની જશે. દલીલોથી દૂર જ રહેવુ કોઇ માઠા સમાચાર મળશે. સંપત્તિની સમસ્યા થશે.

કન્યા રાશિ
એપ્રિલમાં કેટલીક સમસ્યાઓ આવશે. ભાગ્ય તમને સાથ આપશે. મહીનાની શરૂઆત થોડી મુશ્કેલ રહેશે. મહત્વપૂર્ણ નિર્ણય કરતા સાવધ રહેજો. વૈવાહિક જીવનમાં સમસ્યાઓ આવશે.

સિંહ રાશિ
એપ્રિલનો મહિનો તમારા માટે થોડો મુશ્કેલી ભર્યો રહેશે. રાહુ અને મંગળની ઉપસ્થિતિ દશમભાવને ખરાબ રીતે પ્રભાવિત કરશે. આનાથી તમને નોકરીના સ્થળે કેટલીક સમસ્યાઓ આવશે. કાર્યક્ષેત્રમાં વાદ-વિવાદ વધશે. વાહન ચલાવવા અને વાદ વિવાદમાં સાવધાની રાખો.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…