‘તૌકતે’ વાવાઝોડા વચ્ચે ચોટીલા મંદિરના માતા ચામુંડાનો થયો ચમત્કાર- બન્યું એવું કે જાણીને તમે ચોંકી જશો

1016
Published on: 5:32 am, Wed, 9 June 21

તૌકતે વાવાઝોડાને લઈને સૌરાષ્ટ્રમાં ઘણું નુકશાન થયું હતું. તેની અમુક ગામડાઓમાં અસર હજુ સુધી જોવા મળે છે. તો આજે આ લેખમાં અમે રાજકોટ પાસે આવેલા ચોટીલા ધામની વાત કરીશું. ચોટીલાએ રાજકોટ નજીક આવેલું એક ધાર્મિક સ્થળ છે. અહી માતા ચામુંડાનું મંદિર છે. માતા ચામુંડાએ શક્તિના 64 અવતારી પૈકીનો એક અવતાર છે, જ્યારે અન્ય અવતારમાં બહુચર માતા, કાલી માતા, અંબાજી માતા વગેરેનો સમાવેશ થાય છે.

ચામુંડા માતાજી ઘણા હિંદુઓના કુળદેવી છે. માતા ચામુંડાના પ્રતાપે આજે ચોટીલા સતત પ્રવાસન પ્રવૃતિઓને લીધે વિકાસ સાધીને એક નગર બની ચુકયું છે. ચોટીલાનો સુરેન્દ્રનગર જિલ્લામાં સમાવેશ થાય છે. જગપ્રસિદ્ધ ચામુંડા માતાજીનું મંદિર ચોટીલા પર્વતના શિખરે આવેલું છે. ભારતમાં મોટા ભાગના માતાજીના મંદિર પર્વતોના શિખરે જોવા મળતા હોય છે. ચોટીલા પર્વત ચઢીને માતાજી ના દર્શન કરવા માટે આશરે 635 જેટલા પગથિયા ચઢવા પડે છે.

શ્રી ચામુંડા માતાજીનો ડુંગર હજારો વર્ષ જૂની હોવાનો ઉલ્લેખ થાનપુરાણ નામના પુસ્તકમાં જોવા મળે છે. ચંડી ચામુંડા માતાજીએ અનેક પરચાઓ પુરેલ છે. તેવી લોક વાયકાથી આજે પણ સાક્ષાત તેના ભકતજનો તપ અને ભકિતથી મા ચંડી ચામુંડા માતાજીની પુજા કરે છે. હમણાં જ ગયેલ તૌકતે વાવાઝોડાએ ભારે તબાહી મચાવી હતી એ તો બધા જાણેજ છે. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ અસર ખાસ કરી ને જોવા મળી હતી.

અનેક વૃક્ષો તૌકતે વાવાઝોડાને કારણે ધરાશયી થયા હતા, અનેક મકાનો જમીનમાં દટાય ગયા હતા, વીજળીના થાંભલાઓ ભાંગી પડ્યા હતા. સૌરાષ્ટ્રના દરેક ગામડાઓ અને શહેરોની અંદર આ વાવાઝોડાને કારણે ભારે નુકસાન જોવા મળ્યું હતુ. સમગ્ર તંત્ર ખોરવાઈ ગયું હતું. જણાવી દઈએ કે ‘તૌકતે’ વાવાઝોડાના કારણે સૌથી વધુ પ્રભાવિત સૌરાષ્ટ્રના જિલ્લાઓ થયા હતા. તૌકતે વાવાજોડામાં સૌરાષ્ટ્રના દરેક દરિયા પણ પોતાનું રોદ્ર સ્વરૂપ ધારણ કરી ગાંડાતૂર બન્યા હતા,

પરંતુ ચોટીલા શ્રી ચામુંડા માતાજીના મંદિરને વાવાઝોડાની જરા પણ અસર થઈ નથી. મંદિર જ નહીં પરંતુ મંદિરની કોઈપણ મિલકતને પણ નુકસાની થઈ નથી. ચામુંડા માતાજીના ચમત્કાર અને શક્તિથી બધું અડીખમ જ રહ્યું હતું. આ એક ચમત્કાર થી ઓછું નથી કે જ્યાં તોતિંગ વૃક્ષો, લાઈટના થાંભલા, રોડ રસ્તા જો વિખેરાઈ જતા હોય અને મંદિરની ધજા કે મિલકત ને જાણે કઈ અસર પણ ના થાય.

માતાજીએ પોતાની શક્તિનો પરિચય આપીને મંદિરનું રક્ષણ કર્યું હતું. તથા અહીં આજુબાજુના ઘણા પશુ – પક્ષીઓ માતાના મંદિરમાં આવી ગયા હતા જેથી તેમને પોતાના જીવ બચાવવા રક્ષણ મળ્યું હતું. અહીં ઉલ્લેખનીય છે કે જ્યાં એક બાજુ ‘તૌકતે’ વાવાજોડાએ પોતાના રસ્તામાં આવતી દરેક વસ્તુને ઉથલ–પાથલ કરી નુકસાન પહોચાડ્યું છે જયારે અહીંના મંદિરને કોઈપણ જાતનું નુકસાન થયું નથી. ‘તૌકતે’ વાવાજોડુ અહીં નું તણખલું પણ હલાવી શક્યું નથી.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…