ગુજરાતમાં અતિભારે વરસાદને લઈને હવામાન વિભાગે કરી મોટી આગાહી: અગામી 5 દિવસ આ વિસ્તારોમા પડશે ‘વરસાદ’

4848
Published on: 5:39 am, Tue, 25 May 21

કોરોનાની બીજી લહેર ચાલી રહી છે આ વચ્ચે વાવાઝોડું આવ્યું જે ખુબ જ તબાહી મચાવીને ગયું. ગુજરાતીમા એક કહેવત છે ‘સાપ ગયા પણ લીસોટા રહ્યાં’ તે કહેવતને સાર્થક ઠેરવતી ઘટના હવામાન ક્ષેત્રમાં ઘટી છે. ‘તાઉ તે’ વાવાઝોડાની વિદાય પછી પણ હજુ કમોસમી વરસાદની આગાહી હવામાન ખાતાએ કરી છે.

આગામી 24 કલાકમાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં અમુક સ્થળો પર હળવા વરસાદની આગાહી હવામાન ખાતાએ કરી છે. હાલમાં દક્ષિણ-પશ્ચિમ દિશાનો પવન નીચલા સ્તર પર ફૂંકાઈ રહ્યો છે. તેના કારણે ભેજનું પ્રમાણે સવારે 8.30 વાગ્યે 73 ટકા અને સાંજે 5.30 વાગ્યે 49 ટકા જેટલું ઉંચું રહે છે. હવામાન ખાતાની આગાહી મુજબ અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે. ત્યારબાદ 02થી 03 ડિગ્રી સુધી તાપમાન વધશે વાવાઝોડાના કારણે માંડ માંડ ગરમી જામી હતી ત્યાં હળવી ઠંડક આવી ગઈ છે.

ભેજયુક્ત પવનના કારણે સ્થિતિ એવી બની છે કે લોકો પરસેવે રેબઝેબ બની જાય છે. આવી ગરમી, બફારો અને પરસેવો વળવાની ઘટના ચોમાસામાં બનતી હોય છે. કેમકે ત્યારે ગરમી ખાસ્સી ઘટી ગઈ હોય છે. હજુ તો વૈશાખ માસ ચાલી રહ્યો છે અને આકરાં તાપ પડવા જોઈએ તેના બદલે ગરમી ઘટી ગઈ છે. તા.24ના રોજ રાજકોટ અને કચ્છમાં હળવો વરસાદ પડી શકે છે.

જ્યારે સૌરાષ્ટ્રના અન્ય જિલ્લા, દીવ, દમણ, દાદરા, નગર હવેલીમાં વાતાવરણ સુક્કું રહેશે. પાંચમા દિવસે તા.27 થી 28ની વચ્ચે હળવાથી ભારે વરસાદ વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં વરસશે. જ્યારે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ, દક્ષિણ ગુજરાત અને દીવમાં સુક્કું વાતાવરણ રહેશે. રવિવારે સુરતનું મહતમ તાપમાન 34.8 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 28.0 ડિગ્રી નોંધાયું હતુંય જ્યારે હવામાં ભેજનું પ્રમાણ 66 ટકા અને પવનની મહતમ ઝડપ પ્રતિ કલાક 8 કિલોમીટરની નોંધાઇ હતી.

મહતમ તાપમાનમાં 1 ડિગ્રીનો વધારો નોંધાયો હતો. તાપમાન વધવા સાથે આકરી ગરમી અને બફારાએ ઉપાડો લેતાં લોકો તોબા પોકારી ઉઠયાં હતા. આગામી 27 અને 28મી મેના રોજ દક્ષિણ ગુજરાતના છૂટાછવાયા વિસ્તારમાં કમોસમી વરસાદ પડશે તેવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. ખાસ કરીને નવસારી અને વલસાડમાં વરસાદી ઝાંપટા પડવાની વકી છે. બીજી તરફ સુરતમાં રવિવારે બપોેર સુધી વાદળછાયું વાતાવરણ છવાયેલું રહ્યું હતું. વાદળછાયા વાતાવરણ વચ્ચે પણ મહતમ તાપમાનમાં ૧ ડિગ્રી સેલ્સિયસનો વધારો નોંધાયો હતો.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…