હવામાન વિભાગે કરી આગામી 24 કલાકમાં અતિભારે વરસાદની આગાહી, જાણો આ રાજ્યમાં કર્યું રેડ એલર્ટ જાહેર

860
Published on: 10:08 am, Sun, 18 July 21

આજે સુરત શહેર અને ઉમરપાડામાં સાત સાત મીલિમીટર વરસાદ નોંધાયો હતો. જ્યારે સુરત જિલ્લાના તમામ તાલુકામાં વરસાદ નોંધાયો નહોતો. જોકે સુરત શહેરમાં વરસાદ પડવા છતાં દિવસ દરમિયાન વાદળછાયુ વાતાવરણ રહેવાના લીધે શહેરીજનોએ ભારે બફારાનો અનુભવ કર્યો હતો. આગામી પાંચ દિવસ સુધી સુરત શહેર અને જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ રહેવાની સાથે મધ્યમથી ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

અમદાવાદ શહેરમાં બે દિવસથી વાદળો ઘેરાયા છે પરંતુ વરસાદ હાથતાળી આપી રહ્યો છે. જેથી બફારો વધતા શહેરીજનો ઉકળળાટમાં અકળાયા છે. આગામી 19થી 21 જુલાઇ વચ્ચે સમગ્ર સુરત જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન આગાહી એજન્સી સ્કાયમેટના જણાવ્યા અનુસાર ઉત્તર મધ્ય મહારાષ્ટ્ર અને તેની નજીકના વિસ્તારમાં ચક્રવાતી હવાનું ક્ષેત્ર બની રહ્યુ છે. ભારત હવામાન વિભાગ ઉત્તર ભારતના મેદાનોમાં સક્રિય દક્ષિણપશ્ચિમ ચોમાસુ સક્રિય હોવા છતાં, વરસાદના અભાવે તાપમાન સામાન્ય કરતા ઉપર રહ્યું હતું.

જોકે, આઈએમડીએ આગામી 24 કલાકમાં દેશના ઘણા ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં આવતીકાલે એટલે કે 18 જુલાઇએ ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે. વિભાગે કહ્યું કે 18 થી 20 જુલાઇ સુધી પશ્ચિમ હિમાલયના પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે 18 થી 20 જુલાઇ સુધી પંજાબ, હરિયાણા, પૂર્વ રાજસ્થાન અને ઉત્તર મધ્યપ્રદેશમાં ભારે વરસાદની આગાહી પણ કરી છે.

જ્યારે 18 જુલાઈએ દિલ્હીમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે હરિયાણા, દિલ્હી અને ચંદીગઢમાં આગામી 3 દિવસ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શનિવારે હિમાચલ પ્રદેશના નીચાણવાળા વિસ્તારો અને મધ્યમ ટેકરીઓમાં ભારે વરસાદ, વાવાઝોડા અને વીજળી પડવાની સંભાવના છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…