લો બોલો! આ વ્યક્તિ ગલી ગયો આખે-આખો મોબાઈલ ફોન, ડોક્ટરોએ જટિલ સર્જરી કરીને બચાવ્યો જીવ

144
Published on: 7:08 pm, Tue, 19 October 21

પેટમાં દુખાવાની ફરિયાદ લઈને પહોંચેલી વ્યક્તિનો એક્સ-રે કરવામાં આવ્યો હતો. ત્યારે ડોક્ટરો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તેના પેટમાં મોબાઈલ હતો. માણસે કહ્યું હતું કે, તે લગભગ છ મહિનાથી પેટમાં રહેતો હતો, પરંતુ તે તેને અવગણતો રહ્યો હતો. જ્યારે દુખાવો ખૂબ વધી ગયો હતો, ત્યારે તે ડોક્ટર પાસે ગયો હતો. અત્યાર સુધીએ સ્પષ્ટ નથી થયું કે, વ્યક્તિએ આખો મોબાઈલ કેવી રીતે ગળી ગયો?

ખાનગી અહેવાલ મુજબ, 33 વર્ષીય વ્યક્તિના પેટમાં મોબાઈલ લગભગ 6 મહિના સુધી પડ્યો રહ્યો હતો. ઇજિપ્તની અસવાન યુનિવર્સિટી હોસ્પિટલમાં તેનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ડોક્ટરોએ તેના પેટમાંથી આખો મોબાઈલ કાઢ્યો હતો. દર્દીએ ડોકટરોને જણાવ્યું હતું કે, તેણે થોડા મહિના પહેલા મોબાઈલ ગળી લીધો હતો અને લાગ્યું કે, તે જાતે જ બહાર આવી જશે.

મોબાઈલ ગળી ગયાના થોડા સમય બાદ તેને પેટમાં દુખાવો થવા લાગ્યો હતો. તેણે વિચાર્યું કે, જો તે મોબાઈલ ગળી જવા વિશે કોઈને કહેશે તો લોકો તેની મજાક ઉડાવશે. એટલા માટે તે પેટના દુ:ખાવાની અવગણના કરતો રહ્યો હતો. જ્યારે દુખાવો વધી ગયો ત્યારે તેને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. વ્યક્તિએ જણાવ્યું હતું કે, તેને ખાવા -પીવામાં પણ તકલીફ થવા લાગી હતી.

જ્યારે દર્દી ડોકટરો પાસે ગયો, ત્યારે તેણે પેટમાં દુખાવો, આંતરડા અને પેટના ચેપ માટે સારવાર શરૂ કરી હતી. પરંતુ જ્યારે તેમને ખબર પડી કે, તેના પેટમાં મોબાઈલ ફોન છે ત્યારે તે પણ સ્તબ્ધ થઈ ગયા હતા. અસ્વાન યુનિવર્સિટી હોસ્પિટલના બોર્ડ ઓફ ડિરેક્ટર્સના ચેરમેન મોહમ્મદ અલ-દાહશૌરીએ જણાવ્યું હતું કે, તેમણે પહેલી વખત આવો એક કેસ જોયો હતો. જેમાં એક દર્દીએ આખો મોબાઈલ ફોન ગળી ગયો હતો.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…