પતિએ પહેલી પત્નીને ખબર વગર જ કર્યા બીજા લગ્ન અને પછી થયા ખરાખરીના ખેલ

297
Published on: 5:57 am, Fri, 2 April 21

સુરતમાં અવાર-નવાર ઘણી એવી ઘટનાઓ બને છે. જે આપણે બધા જાણીએ જ છીએ, કોઈક વાર અપહરણ, દુષ્કર્મ અને ખૂન કરવાના ખુબ જ કિસ્સાઓ બને છે, તો આજે આપણે એવાં એક વિચિત્ર કિસ્સા વિશે જાણીશું. સુરતમાં મહિલાઓ પર અત્યાચારની અનેક ઘટનાઓ સામે આવતી રહે છે. જેમાં ખાસ કરીને ઘર કંકાસને લઈને મહિલાઓ ઉપર અત્યાચારની ઘટના વધારે પ્રમાણમાં બની રહી છે.

ત્યારે આવી જ એક ઘટના શહેરના લાલ ગેટ વિસ્તારમાં બની છે. જ્યાં પ્રથમ પત્નીની પરવાનગી વિના બીજા લગ્ન કરતા પતિ સાથે ઝઘડો થયો હતો. જેમાં પતિએ બીજા લગ્ન કર્યા બાદ પહેલી પત્નીનું ગળું દબાવી માર મારતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. લાલ ગેટ વિસ્તારમાં રહેતી મહિલાના પતિએ પહેલી પત્નીની પરવાનગી વગર બીજા લગ્ન કર્યા હતા.

અને તેને માર માર્યો હતો. બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પતિએ પ્રથમ પત્નીનું ગળુ દબાવી માર માર્યો હતો. સુરતના રાંદેર વિસ્તારમાં આવેલા હોડી બંગલા બોમ્બેવાલા બિલ્ડિંગમાં રહેતા જાવીદ અબ્દુલ અઝીઝ શેખના લગ્ન વર્ષ 2018માં નાનપુરા વિસ્તારમાં રહેતી યુવતી સાથે થયા હતા.

જોકે લગ્નના થોડા દિવસો બાદ જ ઘર કંકાસ વધી જતા યુવતી પિયર આવી ગઈ હતી ઘર કંકાસના કારણે છેલ્લા બે વર્ષથી તે પિયરમાં જ રહેતી હતી. પતિએ તેની પરવાનગી વિના જ બીજા લગ્ન કરી લીધા હતા. જેને લઈને યુવતી તેના ત્રણ ભાઇ અને કાકી સાથે પતિના ઘરે ગઈ હતી અને ત્યાં તેની સાથે ઝઘડો કર્યો હતો. સાથે જ પતિ સામે ચપ્પુ પણ ફેંક્યું હતુ. જેને લઇને રોષે ભરાયેલા જાવેદે યુવતીનું ગળું દબાવીને માર માર્યો હતો. આ મામલે હજુ આગળ તપાસ શરુ છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…