વાવાઝોડાની આફત હજુ ટળી નથી ત્યાં સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારોમાં કાલે રાત્રે આવ્યો હતો ભૂકંપ, જાણો સમગ્ર સમાચાર એક ક્લિક પર

780
Published on: 5:07 am, Mon, 17 May 21

હાલ આ સમયમાં કોરોના મહામારી હજુ પૂરી ન હતી થઈ ત્યાં મ્યુકરમાઈકોસિસ રોગ આવ્યો અને આ બંને મહામારી હજુ ચાલી જ રહી છે ત્યાં જોત જોતાંમાં કુદરતી આફતોએ વાર કર્યો છે. એક બાજુ હજુ તો વાવાઝોડાની આફત ટળી નથી ત્યાં વધુ એક કુદરતી આફત આવી છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં મધરાતે રાતે સાડાત્રણ વાગ્યાની આસપાસ ધરા ધ્રૂજી ઊઠી હતી, જેમાં જૂનાગઢ જિલ્લાના દીવ, વેરાવળ જિલ્લાના ઉના, ગીર-સોમનાથમાં ધરા ધ્રૂજી ઊઠી હતી.

ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ મુજબ 4.8 નોંધાઈ છે. આ ઉપરાંત અમરેલી જિલ્લામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. અમરેલીના રાજુલા, જાફરાબાદ સહિત આસપાસના વિસ્તારોમાં કંપન અનુભવાયું હતું. મહત્ત્વનું છે કે ભૂકંપને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો અને લોકો મધરાતે જ ઘરની બહાર દોડી આવ્યા હતા. મળતી માહિતી અનુસાર, મધરાતે જે વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે.

એ જ જગ્યાએ આજે સાંજે ‘તાઉ-તે’ વાવાઝોડું ટકરાશે તેવી શક્યતા છે. ગુજરાતમાં એક બાજુ કોરોના મહામારી અને મ્યુકરમાઈકોસિસના ખતરા વચ્ચે વાવાઝોડું તો ત્રાટકવાનું છે, તેવા કપરા સમયમાં ગુજરાતમાં ભૂકંપના આંચકા અનુભવાયા હોવાની માહિતી મળી રહી છે.

કુદરત જાણે માનવીથી રૂઠી હોય તેમ એક પછી એક પ્રકોપ આવી જ રહ્યા છે. સૌરાષ્ટ્રના કેટલાંક ભાગોમાં મોડીરાત્રે અનુભવાયેલો ભૂકંપ રાત્રે 3 વાગ્યેને 37 મિનિટે આવ્યો હતો. દીવના દરિયાની અંદર ભૂકંપનું એપી સેન્ટર નોંધવામાં આવી રહ્યું છે. દરિયામાં 10 કિલોમીટર ઉંડે ભૂકંપનું કેન્દ્ર બિન્દુ છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.8ની નોંધવામાં આવી રહી છે.

વાવાઝોડું 600 કિલોમીટર દૂર
આ દરમિયાન વાવાઝોડાની અગમચેતી રૂપે તૈયારીની સમીક્ષા કરવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે વીડિયો-કોન્ફરન્સ કરી હતી. રાજ્યમાં સ્થિતિ બેકાબૂ ના થાય એ માટે સરકારે આર્મી, નૌસેના અને વાયુસેનાને પણ સ્ટેન્ડુ ટુ રહેવાનો નિર્દેશ આપ્યો છે. વાવાઝોડું દક્ષિણ ગુજરાતથી વેરાવળ તરફ 600 કિ.મી. દૂર છે, જે 17મીએ ગુજરાતના દરિયા કિનારે આવશે અને 18મીએ પોરબંદરથી લઈને ભાવનગરના મહુવાને ક્રોસ કરશે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…