ગરમીમાં ભીંડો ખાવાથી સ્વાસ્થ્યને થાય છે એવા-એવા ફાયદાઓ કે જાણીને તમે આજથી જ તેને ખાવાનું શરુ કરી દેશો

194
Published on: 6:02 am, Thu, 25 March 21

ભીંડાનો સંભારો અથવા તેનું શાક’ ઘણાં લોકોને ખુબ જ પસંદ હોય છે. ઉનાળામાં ગરમીના કારણે લીલાં શાકભાજીનું સેવન સ્વાસ્થ્ય માટે ખુબ સારું હોય છે. ઉનાળામાં ભીંડાનું ઉત્પાદન પણ મોટા પ્રમાણમાં થાય છે. બજારમાં પણ સરળતાથી ભીંડો મળી રહે છે. મોટાભાગના લોકોને ભીંડાનુ કોરું અથવા તો ભરેલા ભીંડાનું શાક ભાવે છે. ભીંડામાં પોષક તત્વ ભરપૂર પ્રમાણમાં હોય છે.

ભીંડામાં ફાઇબરનું પ્રમાણ ખૂબ ઊંચું હોય છે. જેના કારણે પેટની બીમારીઓ દૂર રહે છે. ભીંડામાં વિટામિન એ અને ઇ પુષ્કળ પ્રમાણમાં હોય છે, જે આપણી આંખો અને વાળ માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. ઘણી વખત ભીંડાને રાંધતી વખતે તેના જરૂરી પોષક તત્વોનો નાશ થઈ જાય છે, પરંતુ આ ઉપાયમાં તમને ભીંડાના તમામ જરૂરી પોષક તત્વો મળશે.

આ રેસીપી સુગરની સમસ્યાથી પીડાતા દર્દીઓ માટે રામબાણ જેવું કામ કરે છે. દરરોજ સમાન પ્રમાણમાં ભીંડાવાળા પાણીનું સેવન કરવાથી સુગરની સમસ્યા ખૂબ જ ઝડપથી ઓછી થઈ જશે. ભીંડાનું આ પાણી આપણા શરીરને રોગો સામે લડવાની તાકાત આપે છે. ભીંડા રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં પણ ખૂબ મહત્વનો ફાળો આપે છે.

રોગપ્રતિકારક શક્તિ વધારે છે
રોગપ્રતિકારક શક્તિ વધે એટલે બીમારીનું જોખમ ઘટી જાય છે. ઉનાળા દરમિયાન ભીંડાનુ સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. પરિણામે અનેક પ્રકારના વાઇરલ ઇન્ફેક્શનથી રક્ષણ મળે છે.

કમ્પ્યુટર સામે બેસી રહેતા લોકો માટે લાભદાયી
જે લોકો આખો દિવસ કોમ્પ્યુટર સામે બેસી રહે છે તેમના માટે ભીંડાનુ સેવન ખૂબ ઉત્તમ છે. ભીંડામાં બીટા-કેરોટિન મળી આવે છે, ભીંડા આંખોનું તેજ વધારે છે. જે આંખોને રોશની વધારવા માટે મદદ કરે છે. ભીંડાથી આંખો સંબંધિત બીમારીઓ પણ દૂર રહે છે.

વજન ઘટાડે છે
ભીંડામાં વજન ઘટાડવા માટે મદદરૂપ એવા કાર્બ્સ હોય છે. આ ઉપરાંત ભીંડામાં એન્ટી ઓબેસિટી ગુણ છે. જે વજન ઘટાડવા મદદ કરે છે. માટે જે લોકો વજન ઘટાડવાનો પ્રયાસ કરે છે, તેઓએ પોતાના ખોરાકમાં ભીંડાને સામેલ કરવો જ જોઈએ.

પેટની તકલીફો રાખે દૂર
ભીંડામાં મોટા પ્રમાણમાં રહેલું ફાઇબર પાચન શક્તિમાં મદદરૂપ બને છે. ઉનાળામાં અનેક લોકોના પેટમાં ગડબડ થાય છે. આવી સ્થિતિમાં ભીંડાનુ સેવન કરવાથી પેટની સમસ્યાઓ દૂર રહે છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…