આખો દિવસ ખા-ખા કરવાની કુટેવ આપી શકે ગંભીર રોગને આમંત્રણ

120
Published on: 4:26 am, Tue, 16 March 21

ઘણાં લોકોને આખો દિવસ ખા-ખા કરવાની ટેવ હોય છે. જે સ્વાસ્થ્ય માટે ખુબ નુકશાનકારક છે. આ કારણે વજન જરૂર કરતાં વધી જાય છે. વજન વધવાથી સ્વાસ્થ્યની અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. સામાન્ય રીતે અત્યારના સમયમાં લોકો ખાવા-પીવાના શોખીન હોય છે. લોકો યોગ્ય સમય જોયા વગર ખા ખા કર્યા કરે છે. જોકે, જરૂર કરતા વધુ ખાવાની સમસ્યા અનેક રોગોનું મૂળ બની શકે છે.

ઘણા લોકો વધારે પડતું ખાતા હોય છે. આખો દિવસ ખા-ખા કરવાની કુટેવના કારણે વજન જરૂર કરતાં વધી જાય છે. વજન વધવાથી સ્વાસ્થ્યની અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. માટે વધારે ખાવું એટલે કે જરૂર કરતાં વધારે ખાવાની આદતથી છૂટકરો મેળવવો જોઈએ. અહીં ઓવર ઇટિંગથી કઇ રીતે બચી શકાય તેના ઉપાયો આપવામાં આવ્યા છે.

ભારે નાસ્તો કરોઃ આખા દિવસ દરમિયાન ત્યારબાદ થોડા થોડા સમયે પાણી પણ પીવું જોઈએ. સવારે પેટ ભરીને નાસ્તો કરવો જોઈએ. જ્યારે ભારે નાસ્તો કરશો, ત્યારે લાંબા સમય સુધી ભૂખ નહીં લાગે. જેથી તમે વારંવાર ખાવાની આદતથી દુર રહેશો.

ચા પીવાનું ઓછું કરોઃ ચા અને કોફીમાં કેફીન હોય છે જે શરીરને નુકસાન કરે છે. ઘણા લોકોને વધુ ચા કોફી પીવાની આદત હોય છે. માટે ચા, કોફી અને ઠંડા પીણાં લિમિટમાં પીવા જોઈએ.

શું-શું ખાધું તેનો હિસાબ રાખોઃ જેમ ખર્ચનો હિસાબ રાખવા ડાયરી બનાવાય છે, તેમ આખા દિવસ દરમિયાન શું-શું ખાધું તેનો હિસાબ રાખવા માટે ફૂડ ડાયરી બનાવવી જોઈએ. આ ડાયરી જોઇને તમને આત્મજ્ઞાન થશે કે કેટલું વધારે ખવાઈ ગયું. પરિણામે તમે ઓછું ખાવાનો પ્રયાસ કરશો.

મેંદાથી બનેલા ખોરાકથી દૂર રહોઃ ખાંડ, મીઠું અને મેંદો શરીર માટે ઝેરી સાબિત થઈ શકે છે. મેંદો પેટ ખરાબ કરે છે. ખાંડ અને મીઠાના ઉપયોગ ઉપર નિયંત્રણ રાખો. ઉપરાંત મેંદાથી બનેલી વસ્તુઓનું સેવન કરવાથી બચવું જોઈએ.

જમતી વખતે નો ટેંશન! કેટલાક લોકો માનસિક તણાવ અને ગુસ્સાની સ્થિતિમાં વધુ ખાઈ લે છે. અથવા કંઈ પણ ખાઈ લે છે. જેનાથી માઠા પરિણામ ભોગવવા પડે છે. ખાવા પીવાની સાથે ગુસ્સા ઉપર પણ કાબુ રાખવો જોઈએ.

સ્નેક્સ ખાવામાં ધ્યાન રાખોઃ ચણા, મખાના, સ્વીટ કોર્ન, વેજીટેબલ સૂપ, છાસ, દહીં, પૌવા, ફળ, જ્યુસ, મમરા જેવી વસ્તુઓનો નાસ્તામાં સમાવેશ કરી શકો છો. જો અનેક પ્રયત્નો બાદ પણ તમે તમારી ભૂખ ઉપર કંટ્રોલ ના કરી શકો, તો આરોગ્યને નુકસાન કરનાર સ્નેક્સથી તો દૂર રહી જ શકાય. આવા સ્નેક્સ તમારું વજન વધારવાની સાથે ગંભીર બીમારીઓને આમંત્રણ પણ આપે છે. માટે સ્નેક્સના સ્થાને આરોગ્યવર્ધક વસ્તુઓને નાસ્તામાં સ્થાન આપો.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…