મહાન એથલીટ મિલ્ખા સિંહનું કોરોનાને કારણે થયું નિધન, PM મોદીએ શોક વ્યકત કરતાં લખ્યું એવું કે

165
Published on: 3:57 am, Sat, 19 June 21

મિલ્ખા સિંહ એક મહાન એથલીટ હતા. મિલ્ખા સિંહ ટ્રેક એન્ડ ફિલ્ડ સ્પ્રિન્ટર રહ્યા છે. પોતાના કરિયરમાં તેમણે અનેક રેકોર્ડ બનાવ્યા અને અનેક ચંદ્રક જીત્યા હતા. મેલબર્નમાં 1956ના ઓલિમ્પિકમાં ભારતમાં પ્રતિનિધિત્વ કર્યું હતું, રોમમાં 1960ના ઓલિમ્પિક અને ટોક્યોમાં 1964માં મિલ્ખા સિંહે પોતાના શાનદાર પ્રદર્શનની સાથે દાયકાઓ સુધી ભારતના સૌથી મહાન ઓલિમ્પિયન તરીકે નામના મેળવી હતી.

અને આ ભારતના મહાન એથલીટનું કોરોનાના લીધે નિધન થયું છે. જેનાથી ભારતે એક મોટો સિતારો ગુમાવ્યો છે. 5 દિવસ અગાઉ તેમનાં પત્ની નિર્મલ કૌરનું પોસ્ટ કોવિડ કોમ્પ્લિકેશન્સને કારણે નિધન થયું હતું. મિલ્ખા સિંહની સારવાર ચંડીગઢમાં PGIMERમાં ચાલી રહી હતી. તેઓની ઉંમર 91 વર્ષ હતી.

20 નવેમ્બર 1929ના રોજ ગોવિંદપુરા(પાકિસ્તાન)ના એક શીખ પરિવારમાં મિલ્ખા સિંહનો જન્મ થયો હતો. ભારત આવીને સેનામાં જોડાયા પછી ક્રોસ કન્ટ્રી દોડમાં સામેલ થયા પછી મિલ્ખા સિંહ 400થી વધુ સૈનિકોમાં છઠ્ઠા નંબરે આવ્યા હતા. મિલ્ખા સિંહ અને તેમનાં પત્ની 20 મેના રોજ કોરોના સંક્રમિત થયાં હતાં. 24 મેના રોજ બંનેને એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. 30 મેના રોજ પરિવારના લોકોના આગ્રહથી તેમને ડિસ્ચાર્જ અપાવીને થોડા દિવસ અગાઉ જ ઘરે લાવવામાં આવ્યાં હતાં.

ત્યારથી તેમનો ઘરે જ ઈલાજ ચાલી રહ્યો હતો. તેના થોડા દિવસ પછી તેમની તબિયત ફરીથી લથડી હતી અને ઓક્સિજન લેવલ ઘટવા લાગ્યું હતું. 3 જૂનના રોજ તેમને ફરીથી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યારે નિર્મલ કૌરની સારવાર મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલમાં ચાલી રહી હતી.

મોદીએ હોસ્પિટલમાં દાખલ મિલ્ખા સિંહ સાથે વાત કરી હતી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 4 જૂને મિલ્ખા સિંહ સાથે ફોન પર વાતચીત કરી હતી અને તેમની તબિયત વિશે પૂછ્યું હતું. વડાપ્રધાને કહ્યું હતું કે મિલ્ખા ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેનારા એથ્લીટ્સને આશીર્વાદ આપવા અને પ્રેરિત કરવા માટે ટૂંક સમયમાં પરત આવશે.

મહાન એથલીટના નિધન પર પીએમ મોદીએ તસવીર શેર કરતાં શોક વ્યકત કર્યો છે. તેમણે ટ્વીટ કરી – મિલ્ખા સિંહજીના નિધનથી આપણે એક મહાન ખેલાડી ગુમાવી દીધો, જેમણે દેશની કલ્પના પર કબ્જો કરી દીધો અને અગણિત ભારતીયોના દિલોમાં એક ખાસ જગ્યા મેળવી. તેમના પ્રેરક વ્યક્તિત્વ એ તેમને લાખો લોકોના પ્રિય બનાવી દીધી. તેમના નિધનથી આહત છું. તેમણે બીજી ટ્વીટમાં લખ્યું કે હજુ થોડાંક દિવસ પહેલાં જ મારી મિલ્ખા સિંહજી સાથે વાત થઇ હતી. મને નહોતી ખબર કે આ અમારી છેલ્લી વાતચીત હશે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…