આ તારીખથી રોજ કામમાં લાગતી આ વસ્તુઓ પર સરકાર લગાવાશે પ્રતિબંધ, જાણો એક ક્લિક પર

270
Published on: 11:04 am, Tue, 24 August 21

આજે આપણે વાત કરવાના છીએ એવી જ કેટલીક વસ્તુઓની કે જે આપણે ડગલે ને પગલે વાપરીએ છીએ પરંતુ તે નુકસાનકારક હોય છે. આવી કેટલીક વસ્તુઓ પર સરકાર હવે પ્રતિબંધ લગાવવા જઈ રહી છે. તો ચાલો જાણી લઈએ આવી તમામ વસ્તુઓ વિશે.

કેટલીક વસ્તુઓ આપણા જીવનનો એટલો મહત્વનો હિસ્સો બની જતી હોય છે કે આપણે જાણતા હોઈએ કે તે આપણા માટે લાંબા ગાળે ખૂબ નુકસાનકારક છે તો પણ આપણે તેને છોડી શકતા નથી. 30 સપ્ટેમ્બર 2021 – ઝબલાની થિકનેસ એટલે કે જાડાઈ 50 માંથી 75 માઈક્રૉન કરી દેવાની રહેશે. જેથી તેનો રીયુઝ થઈ શકે અને થેલીઓ ઊડી જવાની કે ફાટી જવાની શક્યતા પણ ઓછી થઈ જાય.

જુલાઇ 2022 – આટલી વસ્તુઓ બનાવવા, આયાત કરવા, વેચવા કે ડિસ્ટ્રિબ્યુટ કરવા પર પ્રતિબંધ લાગી જશે. ક્યાં સાફ કરવાના ઈયર બડ્સ એટલે કે કાન સાફ કરવાની રૂ વાળી પ્લાસ્ટિકની દંડી પર પ્રતિબંધ લાગશે. પ્લાસ્ટીકની દાંડી વાળા ફુગ્ગા પર પ્રતિબંધ. પ્લાસ્ટિકના ઝંડા પર પ્રતિબંધ લાગશે.

લોલીપોપ, ચોકલેટ કે કેન્ડી વગેરેમાં યુઝ થતી પ્લાસ્ટિકની દંડી પર પ્રતિબંધ. થરમૉકૉલ પર પણ બેન (પોલિસ્ટયરીન).  પ્લાસ્ટિકની ચમચી, કપ, પ્લેટ, ગ્લાસ, ફોર્ક, ટ્રે, પ્લાસ્ટિકના બેનર, મીઠાઈના બોક્સ કે સિગરેટના ખોખા પર લગતા પાતળા પ્લાસ્ટિક વગેરે પર પ્રતિબંધ. પ્લાસ્ટિકમાં રાખેલ વસ્તુને લાંબા સમય સુધી કઈં થતું નથી.

તેમાં રાખેલી વસ્તુઓને પણ કઈં થતું નથી એટલા માટે પ્લાસ્ટિકનો ઉપયોગ સરળતાથી કરી શકાય છે. પરંતુ પ્લાસ્ટિક આપણા પર્યાવરણને ખૂબ નુકસાન પહોંચાડે છે.  પ્લાસ્ટિક આપણે રોજિંદા જીવનમાં એટલું સામાન્ય બની ગયું છે કે આપણે લગભગ દરેક કલાકમાં એક વાર તો ઉપયોગ કરતાં જ હોઈશું.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…