પેટ્રોલ ડીઝલથી સરકારને થાય છે અઢળક કમાણી- આંકડો જાણીને બોલશો ઓ તારી…

110
Published on: 10:55 am, Wed, 17 March 21

હાલ દેશમાં ફુગાવાની જેમ સતત ભાવમાં વધારો થઈ રહ્યો છે. રોજીંદા જીવનની વસ્તુઓના ભાવ તો આસમાને પોંહચી ગયા છે, દેશમાં આવશ્યક ચીજો અને શાકભાજીના ભાવ સતત વધવાથી મોંઘવારી વધી રહી છે. બીજી તરફ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત થઈ રહેલો વધારો લોકોની કમર તોડી રહ્યો છે.

ત્યારે ઈંધણ પછી હવે રાંધણગેસના ભાવમાં ભડકો થયો છે. આ વધતી જતી મોંધવારીમાં સામાન્ય માણસ પોતાનું અને પરિવારની ભરણપોષણ કરવું મુશ્કેલીમાં મુકાય ગયું છે. કારણ કે ધંધા-રોજગાર બંધ થઈ ગયા છે તેથી આવકમાં ઘટાડો થાય છે અને જાવકમાં વધારો થતો જોવા મળે છે.

તો પેટ્રોલ-ડીઝલમાં થતાં ભાવના વધારાને લઈને અને પ્રતિ-લીટરે સરકારને સારી આવક થાય છે. આ ખુલાસો ખુદ સરકારે જ કર્યો છે. સતત વધતી જતી મોંઘવારી વચ્ચે કેન્દ્ર સરકારે લોકસભામાં સોમવારે સ્વીકાર કર્યો કે  પેટ્રોલ-ડીઝલથી સરકારને સારી એવી આવક થઇ રહી છે.

સરકારે લોકસભામાં એક પ્રશ્નના ઉત્તરમાં એ વાતનો સ્વીકાર કર્યો કે 6 મે 2020 પછી પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝ ડયૂટી , ઉપકર અને વધારાના વેરાના રૂપમાં અનુક્રમે પ્રતિલિટર રૂપિયા 32 અને 33ની આવક થઇ રહી છે. 31 ડિસેમ્બર 2020 સાથે તુલના કરવામાં આવે તો સરકારને પેટ્રોલ અને ડીઝલ થકી થતી પ્રતિલિટર આવકમાં અનુક્રમે રૂપિયા 13 થી 16 જેટલો વધારો થયો છે.

નાણાપ્રધાન સીતારામને સોમવારે જણાવ્યું હતું કે ક્રૂડતેલ, પેટ્રોલ, ડીઝલ, એટીએફ અને કુદરતી ગેસને જીએસટી હેઠળ લાવવાની કોઇ દરખાસ્ત નથી. કેન્દ્ર અને રાજ્ય સરકારો પોતાની આવક માટે આ સેક્ટર પર નિર્ભર હોવાથી આ પાંચેય વસ્તુને જીએસટીની મર્યાદાથી બહાર રાખવામાં આવી હતી.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…