ફાટી નીકળેલા કોરોનાકાળ વચ્ચે આવ્યા સારા સમાચાર, આ જગ્યા પર નથી ટકી શકતો કોરોના 

174
Published on: 5:26 am, Fri, 16 April 21

આ કોરોનાની બીજી લહેર છે ખુબ જ ખતરનાક, આ લહેરમાં નાના-મોટા સૌને ખુબ જ ધ્યાન રાખવું પડે છે. આખી દુનિયા હાલ કોરોના વાયરસથી હચમચી ઉઠી છે. પૃથ્વી પર ભાગ્યે જ એવી જગ્યા હશે કે જ્યાં કોરોના વાયરસની હાજરી નથી.

પરંતુ તાજેતરમાં સામે આવેલા એક અભ્યાસમાં ખુલાસો થયો છે કે, કોરોના વાયરસ સ્વિમિંગ પૂલમાં ટકી શકતો નથી. બ્રિટનના રિસર્ચર્સે એક રિપોર્ટમાં એવો દાવો કર્યો છે કે કોરોના વાયરસ ક્લોરીનની એક નિશ્ચિત માત્રાવળા પાણીમાં સર્વાઈવ કરી શકતો જ નથી.બેસ્ડ એક્સપર્ટના જણાવ્યાં મુજબ કોરોના વાયરસ ક્લોરીનવાળા પાણીમાં ફક્ત 30 સેકન્ડ જ ટકી શકે છે.

તેનો અર્થ એ છે કે ક્લોરીન મિક્સ્ડ પાણીવાળા સ્વિમિંગ પૂલમાં ન્હાવું એ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. ઈંગ્લેન્ડના વોટર બેબીઝ અને રોયલ લાઈફ સેવિંગ સોસાયટીએ મળીને આ અભ્યાસ હાથ ધર્યો હતો. કોરોનાને લઈને રિસર્ચર્સે કહ્યું છે કે, અમે વિશેષ લેબમાં આ વાતનું ટેસ્ટિંગ કર્યું હતું. જેમાં જાણવા મળ્યું છે કે, ક્લોરાઈડ પાણીમાં કોરોના વાયરસ જીવિત રહી શકતો નથી.

અહેવાલ મુજબ પ્રોફેસર બાકર્લે અને તેમના સાથીઓએ જાણ્યું કે એક લીટર પાણીમાં 1.5 મિલીગ્રામ ક્લોરીન ભેળવવાથી પાણીમાં હાઈડ્રોજનનું સ્તર 7-7.2PH થઈ જાય છે. જેના કારણે કોરોના વાયરસની ક્ષમતા એક હજાર ગણી ઘટી જાય છે. તે પણ ફક્ત 30 સેકન્ડમાં. વૈજ્ઞાનિકો દ્રારા થયેલો આ ખુલાસો લોકોના જીવનના દરવાજા ખોલી શકે છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…