યુવતીને લગ્ન પછી ગર્ભ ન રહેતા લઈ ગયા દવાખાને, રીપોર્ટ કરાવ્યો તો ખબર પડી કે તે સ્ત્રી નહી પણ…

131
Published on: 4:55 am, Thu, 18 March 21

દરેક છોકરીને માં બનવાની ખુબ જ ખુશી હોય છે. માતા બનવા માટે દરેક છોકરી પોતાનું ખુબ જ ધ્યાન રાખતી હોય છે. માતા બનવાનું સુખ સ્ત્રીઓ માટે આનંદદાયક હોય છે. પરંતુ અમુક મહિલાઓને આ સુખ પ્રાપ્ત થતું નથી. એક મહિલા છેલ્લા એક વર્ષથી માતા બનવાનો પ્રયત્ન કરતી હતી. પરંતુ તેને સફળ નહોતી મળતી.

આખરે કંટાળીને તે ડોક્ટર પાસે ગઈ તો તેને ખબર પડી કે તે મહિલા જ નથી પરંતુ પુરુષ છે. આ મહિલા પોતાના પગમાં થયેલી ઇજાને કારણે ડોક્ટર પાસે ગઇ હતી. ત્યારે તેને ખબર પડી કે તે મહિલા નથી ને પુરુષ છે. ડોક્ટરોએ મહિલાને જણાવ્યું કે તેની અંદર પુરુષોમાં હોય છે તેવું Y રંગસૂત્ર (Male) છે.

જો કે તેના શરીરની સંરચના સ્ત્રી જેવી જ છે. જેથી તે જીવન મહિલાની માફક રહી શકે છે. આ આખી ઘટના પડોશી દેશ ચીનની છે. ચીનની મીડિયા રિપોર્ટ પ્રમાણે, આ મહિલાની ઉંમર 25 વર્ષ છે અને તે પરિણીત છે. જ્યારે તેને પગમાં થયેલી ઇજાનો એક્સરે લીધો ત્યારે ડોક્ટરો પણ ચકિત થઇ ગયા. જ્યારે ડોક્ટરોએ તેની પુરી તપાસ કરી તો ખબર પડી કે મહિલાના શરીરમાં ગર્ભાશય થવા તો અંડાશય પણ નથી. જેના કારણે તે પ્રેગ્નેન્ટ નથી થતી.

ડોક્ટેરોએ જણાવ્યું કે મહિલા એક દુર્લભ સ્થિતિનો શિકાર છે. તેના હાડકાનો પણ ઘણા લાંબા સમયથી વિકાસ થયો નથી. ના તો અત્યાર સુધી તેને ક્યારેય પિરીયડ આવ્યા છે કે ના તે પ્રેગ્નેન્ટ થઇ છે. ડોક્ટરોએ જણાવ્યું કે આ બિમારીને 46 XY disorder of sexual development તરીકે ઓળખવામાં આવે છે.

આ પ્રકારની બિમારીમાં પ્રજનન અંગો અસ્પષ્ટ અને અવિકસિત હોય છે. મહિલાએ જણાવ્યું કે તેને એવું હતું કે કોઇ અન્ય કારણસર તેને પીરિયડ નથી આવતા. ઉપરાંત આ વિશે વાત કરતા તેને શરમ વતી હતી.  જેથી ક્યારેય કોઈને આ બાબતે વાત જ નહોતી કરી શકી.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…