દ્વારિકાધીશના મંદિર પર લહેરાતી 52 ગજની ધજા મનુષ્ય જાતિને આપે છે આવાં સંકેત

445
Published on: 11:29 am, Mon, 9 August 21

દ્રારકા 52 ગજની ધજા વિશે બધા જાણતા જ હશે. તેનું મહત્વ ખુબ જ વધારે છે, દ્રારકા ભગવાન શ્રીકૃષ્ણની ભૂમિ છે, દ્વારકામાં આવેલા શ્રીકૃષ્ણના મંદિરના દર્શન તો લગભગ મોટાભાગના લોકોએ કર્યા જ હશે. પરંતુ કદાચ તમને પણ એ વાતનો ખ્યાલ નહીં હોય કે દ્વારકામાં આવેલા શ્રીકૃષ્ણના મંદિરમાં રહેલી સપ્તરંગી ધજા પાછળ મનુષ્યના સ્વભાવ અને પ્રકૃતિ સાથે જોડાયેલા ઘણા રહસ્યો છુપાયેલા છે.

જેના વિશે આજે અમે તમને જણાવીશું. ગુજરાતના હલાર પંથકને પાર કરીને સૌરાષ્ટ્રના પશ્ચિમ કિનારે ભગવાન શ્રીકૃષ્ણનું જ પ્રખ્યાત મંદિર આવેલું છે. આ મંદિર દ્વારિકામાં હોવાથી તેને દ્વારકાધીશ મંદિરના નામથી પણ ઓળખવામાં આવે છે. આ મંદિરને હિન્દુઓના મુખ્ય ધાર્મિક સ્થળો માંનો એક માનવામાં આવે છે. જેટલું મહત્વ હિન્દુ ધર્મમાં ચાર ધામની યાત્રાનું છે, એટલું જ મહત્વ સૌરાષ્ટ્રમાં આવેલા દ્વારકાધીશ શ્રીકૃષ્ણ આ મંદિરનું પણ છે.

આજથી લગભગ પાંચ હજાર વર્ષ પહેલા દ્વાપર યુગમાં મથુરા છોડીને ભગવાન શ્રીકૃષ્ણ દ્વારિકા આવ્યા હતા અને આ નગરીને પોતાની રાજધાની બનાવી હતી. આ મંદિર ઉપર ચડાવવામાં આવેલી સપ્તરંગી ધજાનું પણ એક અનેરૂ મહત્વ છે. તેની ખાસિયત એ છે કે અહીંયા હવા કોઈપણ દિશામાંથી વહેતી હોય પરંતુ આ સપ્તરંગી ધજા તો પશ્ચિમથી પૂર્વ તરફ ફરકે છે. દ્વારકાધીશ મંદિર ઉપરની ધજા ઘણા કિલોમીટર દૂરથી પણ સારી રીતે જોઈ શકાય છે. તેનું કારણ છે આ ધજાની લંબાઇ નાની નહીં પરંતુ પૂરા 52 ગજ લાંબી છે.

આટલી મોટી ધજા પાછળની ધાર્મિક વાત પણ એટલી જ રોચક છે. એવું માનવામાં આવે છે કે દ્વારિકા ઉપર 56 પ્રકારના યાદવોએ રાજ કર્યું હતું. તે બધાને પોતાના મહેલ હતા અને બધા પાસે પોતાની નિશાની નું પ્રતીક અલગ અલગ હતું.

આ બધાં યાદોમાં મુખ્ય એવા શ્રી કૃષ્ણ, બલરામ, અનિરુદ્ધ તેમજ પ્રદ્યુમન આચારને ભગવાનના અંશ માનવામાં આવતા હતા. આ દ્વારિકાધીશ મંદિર ઉપર નિયમિત રીતે સવાર, બપોર, તેમજ સાંજના સમયે એટલે કે દિવસમાં ત્રણ વખત ધજા બદલવામાં આવે છે, અને દરેક વખતે અલગ અલગ રંગની ધજા ચડાવવામાં આવે છે. દ્વારકાધીશના મંદિરમાં લહેરાતી સપ્તરંગી ધજા વિશે એક શ્લોક લખ્યો છે.

એનો અર્થ એવો થાય કે કાળા મેઘ સમાન વાદળો જેવા રંગ વાળા પીળા પીતાંબર વાળા શ્રી પ્રતીક સ્વરૂપ અતિ દુર્લભ હોય એવી વસ્તુઓ મળીને ધારણ કરીને પૂર્ણ કરનારા. વિશાલ તેજ વાળી આંખો વાળા તેમજ બધા જ એકમાત્ર સ્વામી ગણાતા ભગવાન શ્રીકૃષ્ણને હું વંદન કરું છું. લીલા રંગને ભારતીય આધ્યાત્મિકતાનો સ્ત્રોત માનવામાં આવે છે, તેમજ શાંતી અને શીતળતા પ્રદાન કરે છે.

પીળા રંગને બુદ્ધિ, ચાતુર્ય, સમજણ, તેમજ જૂની માન્યતાઓ નું પ્રતીક માનવામાં આવે છે. વાદળી રંગ અને શક્તિ તેમજ પુરૂષત્વનું પ્રતીક ગણવામાં આવે છે. ધજામાં રહેલા સફેદ રંગને સાત્વિક શુદ્ધતા, તેમજ શિક્ષણનું પ્રતીક માનવામાં આવે છે. આ સિવાય કેસરિયા રંગને નિર્ભયતા સાહસિકતા તેમજ પ્રગતિની નિશાની માનવામાં આવે છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…