પિતાએ પુત્રીનાં લગ્નની કંકોત્રી પર કંઈક એવુ લખાવ્યું કે- ધડાધડ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે ‘કંકોત્રી’

621
Published on: 4:40 pm, Wed, 1 September 21

ભારતમાં લગ્ન સમયે કંકોત્રી છપાવવામાં આવે છે. આ કંકોત્રી બંને તરફથી બને છે. પરંતુ આજના આ લેખમાં અમે એક પાપાએ લખેલા કંકોત્રીના લેખ વિશે જણાવીશું. લોકો દુલ્હા-દુલ્હનનાં પરિચયની સાથે વ્યક્તિગત જાણકારીઓ પણ શેર કરે છે પરંતુ હાલમાં જ ઉત્તરપ્રદેશમાં એક એવું લગ્નનું કાર્ડ છપાવ્યુ છે, જેમાં કંઈક એવું લખ્યુ છે જે આજકાલ ચર્ચાનો વિષય બની ગયો છે.

વાસ્તવમાં આ કાર્ડમાં લગ્ન સંબંધિત જાણકારીઓની સાથે એક સામાજીક સંદેશ લખવામાં આવ્યો છે. એવામાં હવે આ કાર્ડ ચર્ચામાં છવાયેલું છે. આમ તો આજકાલ લગ્નોમાં કંઈક અલગ કરવાનું ચલણ છે. લોકો ડેસ્ટિનેશન વેડિંગથી લઈને, લગ્નનો ડ્રેસ અને લગ્ન કરવાની રીતને લઈને બહુજ પ્રયોગ કરી રહ્યા છે પરંતુ યુપીમાં લગ્નના કાર્ડને લઈને કંઈક એવું કરવામાં આવ્યુ છે.

જે સમાજ માટે એક ઉદાહરણ બની ગયુ છે. વાસ્તવમાં, યુપીના કન્નૌજ જિલ્લામાં એક પિતાએ પુત્રીના લગ્ન કાર્ડ પર લગ્ન વિશેની જરૂરી માહિતી શેર કરવાની સાથે એક સામાજિક સંદેશ લખ્યો છે ‘દારૂ પીવાની સખત મનાઈ છે.’ આવી સ્થિતિમાં, તેના આ પગલાની ચારે બાજુ પ્રશંસા થઈ રહી છે. પિતાની ફરજ સાથે, આ ખેડૂતે જે સામાજિક જવાબદારી નિભાવવાનો પ્રયત્ન કર્યો છે,

તેના માટે દરેક તેના વખાણ કરી રહ્યા છે. કન્નૌજના તાલગ્રામના અવધેશ ચંદ્રનું કહેવું છે કે તેમણે આ તેમની પુત્રીના લગ્નમાં કાર્ડ પર લખાવ્યુ છે કારણ કે ઘણીવાર નશામાં લોકો તેમની મર્યાદા ભૂલીને લગ્નના કાર્યક્રમમાં હાલાકી પેદા કરવાનું કામ કરે છે. આવી સ્થિતિમાં લગ્નનો કાર્યક્રમ બગડી જાય છે.

આવી સ્થિતિમાં અવધેશ ચંદ્રએ દીકરીના લગ્નમાં આમંત્રણ પત્ર સાથે દારૂ ન પીવાની સૂચના આપી છે. આવી સ્થિતિમાં, દરેક લોકો અવધેશચંદ્રના આ પગલાની પ્રશંસા કરી રહ્યા છે અને એવું માનવામાં આવે છે કે જો અન્ય લોકો પણ આવું કરે છે, તો નશાને કાબૂમાં કરી શકાય છે. જ્યારે લોકો જાતે લગ્નમાં દારૂ અને અન્ય નશીલા પદાર્થોની વ્યવસ્થા કરે છે . મોટાભાગના લગ્ન સમારોહમાં, કોકટેલ પાર્ટીઓ અને અલગ નશીલા પદાર્થોની ગોઠવણ કરવામાં આવે છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…