પોતાના દીકરાનો જીવ બચાવવા માટે પિતાએ પોતાનો જીવ જોખમમાં મુક્યો- સમગ્ર ઘટના જાણીને તમે ભાવુક થઇ જશો

449
Published on: 6:24 pm, Mon, 4 October 21

દરેક માતા-પિતાને પોતાના બાળકો ખુબ જ વાહલા હોય છે. માતા પિતા પોતાના બાળકો માટે પોતાના જીવની બાજી પણ લગાવી દેતા હોય છે. ત્યારે રાજસ્થાનના બાડમેરથી આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક પિતાએ પોતાના દીકરાને બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકી દીધો હતો.

ઘટના અંગે મળતી માહિતી મુજબ, પિતા અને પુત્ર બાડમેરના બજારમાં ગયા હતા. ત્યાં પિતા પોતાના પુત્રને મૂકીને રોડની સામેની દુકાનમાં વસ્તુ લેવા માટે ગયા હતા. અચાનક દીકરો પણ પોતાના પિતા પાસે જવા માટે દોડતો દોડતો રસ્તો ક્રોસ કરીને તેના પિતા પાસે જવા લાગ્યો. આ દરમિયાન બજારમાં વાહનોની ખૂબ જ અવર જવર પણ હતી.

પિતાની જેવી નજર પડી કે તેમનો દીકરો દોડતો દોડતો તેમની પાસે આવી રહ્યો છે કે તે પણ તરત જ દીકરાને બચાવવા માટે દોડી પડ્યા અને દીકરાને પડકી લીધો પણ સામેથી આવતી એક રીક્ષાએ પિતા અને પુત્રને ટક્કર મારી હતી. જોકે, પિતાએ પુત્રને ઊંચકી લીધો હતો માટે તેને કોઈ જાતની ઇજાઓ પહોંચી નહોતી જયારે પિતાને મામૂલી ઇજાઓ આવી હતી.

આ જોતાંની સાથે જ બજારમાં ખુબ જ ભીડ ભેગી થઇ ગઈ હતી. એક પિતાએ પોતાનો જીવ જોખમમાં મૂકીને પોતાના દીકરાનો જીવ બચાવી લીધો હતો. આ જોઈને દરેક લોકો ભાવુક થઇ ગયા હતા.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…