‘અભી તો પીચર શુરુ હુઆ હૈ’: ભારતમાં કોરોના મહામારીનો સાચો સમય તો હજુ બાકી છે દરરોજના થશે આટલા મોત

318
Published on: 9:20 am, Fri, 30 April 21

કોરોનાનો કહેર ખુબ જ વધવા લાગ્યો તે બંધ થવાનું અથવા ઘટવાનું તો જેમ જાણે નામ જ લેતો નથી. આ હાહાકાર વચ્ચે બધા એજ વિચારે છે કે ક્યારે પૂરી થશે કોરોનાની આ બીજી લહેર? IITના કેટલાક નિષ્ણાંતોનું કહેવું છે કે, મે મહિનાના પહેલા અઠવાડિયા બાદ કોરોના ધીમો પડવા લાગશે તો કોઈનું કહેવું છે કે, 20 મે બાદ કોરોના વાયરસ ધીમો પડશે.

પરંતુ અમેરિકામાં સામે આવેલા એક અધ્યયને ભારતીયોની ચિંતા વધારી દીધી છે. મિશિગન વિશ્વ વિદ્યાલયમાં મહામારીના નિષ્ણાંત ભ્રમર મુખર્જીના કહેવા પ્રમાણે, ફેબ્રુઆરીમાં કોરોનાએ પોતાનો રંગ દેખાડવાનું શરૂ કર્યુ પરંતુ આપણે તેને ગંભીરતાથી લીધો નહીં. નિષ્ણાંતો પ્રમાણે આવનારા મે મહિનામાં કોરોના મહામારી પોતાનું અસલી રૂપ દેખાડશે.

દરરોજ ચાર હજારથી વધુ લોકોના મોત થઈ શકે છે. તો 8-10 લાખ લોકો કોરોના પોઝિટિવ મળશે. ભ્રમર મુખર્તીના કહેવા પ્રમાણે, આ વર્ષની શરૂઆતથી જ વેક્સિનેશનમાં તેજી લાવવામાં આવી હોત અને વધુ લોકો સુધી પહોંચાડી હોત તો લગભગ કોરોના મહામારીનું આ રૂપ જોવા ન મળત. આપણે બહુમૂલ્ય સમય ગુમાવી દીધો. કોરોના મહામારીને રોકવાના બે ઉપાય છે.

કોરોના મહામારી વેક્સિન કે લોકડાઉનથી રોકી શકાય છે. લૉકડાઉન તેનો સ્થાયી ઉપાય નથી અને દુનિયા લૉકડાઉનના પરિણામ જોઈ ચુકી છે. ભારત જેવા વિશાળ દેશમાં મહામારીએ પોતાનું વિકરાળ રૂપ ધારણ કરી લીધુ છે. યુનિવર્સિટી તરફથી જારી રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, સવા અબજથી વધુ વસ્તીવાળા દેશમાં વેક્સિન દરેક સુધી પહોંચાડવી મુશ્કેલ કામ છે.

તેવામાં લોકોએ ખુદ બચાવ કરવો પડશે. રિપોર્ટમાં તે વાત યાદ અપાવવામાં આવી છે કે, ફેબ્રુઆરીમાં કોરોના મહામારીએ તેજી પકડવાની શરૂ કરી હતી. તે સમયે આપણે પ્રભાવિત વિસ્તારમાં પ્રાથમિકતાથી વેક્સિનેશનને અંજામ આપવાનો હતો. પરંતુ આ કિંમતી સમયમાં આપણે આંખ બંધ કરી આરામથી બેસી રહ્યા. કોરોના વાયરસ એક અદ્રશ્ય શત્રુની જેમ આપણે ઘેરી ચુક્યો છે તેનાથી બચવાનો એક રસ્તો છે માત્ર વેક્સિનેશન.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…