જે હેલિકોપ્ટરને હરાવવાની તાકાત દુશ્મનમાં પણ નથી, તે ક્રેશ કેવી રીતે થયું?- આ એક વસ્તુ મળી જાય તો ખુલશે દરેક રાઝ

835
Published on: 10:34 am, Thu, 9 December 21

ગઈ કાલે દેશના પહેલા CDS જનરલ બિપિન રાવતનું વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું. જનરલ બિપિન રાવત જે હેલિકોપ્ટરમાં સવાર હતા તે જૂની પેઢીનું હેલિકોપ્ટર નથી. આજની તારીખમાં, વિશ્વના 60 દેશો આ શ્રેણીના 12 હજારથી વધુ હેલિકોપ્ટરનો ઉપયોગ કરી રહ્યા છે. તેમાં ચીન, શ્રીલંકા અને ઈન્ડોનેશિયા જેવા દેશોનો સમાવેશ થાય છે. કારણ કે તેની ગણતરી વિશ્વના સૌથી આધુનિક હેલિકોપ્ટરમાં થાય છે.

  • કુન્નૂરની આસપાસ ખરાબ મોસમના કારણે દુર્ઘટના ઘટી
  • હજુ સુધી દુર્ઘટનાનુ ચોક્કસ કારણ જાણવા નથી મળ્યું
  • ભારતીય વાયુસેનાએ દુર્ઘટનાને લઈને તપાસના આદેશ આપ્યા

250 કિમી પ્રતિ કલાકની મહત્તમ ઝડપે ઉડતું આ હેલિકોપ્ટર મુશ્કેલ પરિસ્થિતિઓ અને ખરાબ હવામાનમાં કામ કરી શકે છે. તેને લેન્ડિંગ માટે હેલિપેડની જરૂર નથી. તે ઉબડખાબડ સ્થળોએ સરળતાથી ઉતરી શકે છે અને ત્યાં મદદ પણ કરી શકે છે. તેનો ઉપયોગ પરિવહન, બચાવ કામગીરી, સર્ચ ઓપરેશન અને VVIP ચળવળ માટે થાય છે અને એક સમયે 3 ક્રૂ મેમ્બર સિવાય 36 લોકોને સમાવી શકે છે.

આ સિવાય આ હેલિકોપ્ટર મહત્તમ 13 હજાર કિલો વજન ઉપાડી શકે છે. ક્રેશ થયેલા સેનાના હેલિકોપ્ટરમાં CDS બિપિન રાવત અને તેમના પત્ની અને અન્ય 14 લોકો સવાર હતા. સમગ્ર મામલે સેનાએ સત્તાવાર રીતે તપાસના આદેશ આપી દીધા અને સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. દૂર્ઘટનાને પગલે સ્થળ પર તાત્કાલિક અસરથી 6 એમ્બ્યુલન્સ મોકલવામાં આવી અને મેડિકલ ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી.

રાજનાથે CDSના પરિવારને હેલિકોપ્ટર દુર્ઘટનાની માહિતી આપી હતી. તેમના નિવાસસ્થા બહાર સુરક્ષા પણ વધારાઈ હતી. રાજનાથ સિંહ કૂન્નુર હેલિકોપ્ટર ક્રેશ સ્થળે પણ જવાના છે. સીડીએસ બિપિન રાવતને લઈને જઈ રહેલા હેલિકોપ્ટરને નડેલા અકસ્માત બાદ કેન્દ્રીય કેબિનેટની ઈમરજન્સી બેઠક મળી હતી અને તેમાં આ ઘટનાની ચર્ચા કરવામાં આવી.

કેબિનેટની બેઠકમાં પ્રધાનમંત્રી મોદી ઉપરાંત, મુખ્ય રક્ષા સલાહકાર, અજિત ડોભાલ સહિતના ટોચના અધિકારીઓ હાજર રહ્યાં હતા. બેઠકમાં રક્ષા મંત્રી રાજનાથસિંહે પ્રધાનમંત્રી મોદીને ઘટના સંબંધિત તમામ બાબતોથી વાકેફ કર્યાં હતા.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…