મંગળ ગ્રહ પર અઢી લાખ લોકોના વસવાટ માટે બનવા જઇ રહ્યું છે શહેર, જાણો કેટલી રહેશે તેની ટિકિટ

207
Published on: 1:33 pm, Fri, 27 August 21

પૃથ્વી પર જીવન છે, એવી જ રીતે ઘણાં સમયથી વૈજ્ઞાનિકો બીજા ગ્રહ પર પણ જીવન શક્ય છે કે નહીં તેની શોધ કરી રહ્યાં છે. આ વચ્ચે મંગલ ગ્રહ પર મનુષ્ય અને પ્રાણીઓનો વસવાટ સંભવ બન્યો છે. જેમાં હંમેશા મંગળ ગ્રહ ટોપ લિસ્ટ પર હતું. પરંતુ મંગળ ગ્રહને લઈને માત્ર વાતો જ કરવામાં આવતી હતી. પણ હવે આ સપનું સાકાર થવા જઇ રહ્યું છે. એલન મસ્કએ મંગળ ગ્રહ પર એક સીટી વસાવવા માટેની તૈયારી કરી લીધી છે.

જેનું મોડેલ બનાવવા માટેની પણ તૈયારી કરી લીધી છે. આ માસ્ટર પ્લાનમાં પૃથ્વી પરથી કુલ અઢી લાખ લોકોને મંગળ ગ્રહ પર વસાવવામાં આવશે. પ્લાનને લઈને સૌથી મોટી વાત એ છે કે અહીં જે સિટી બનાવવામાં આવશે તે મંગળ ગ્રહ પર રહેલી વસ્તુઓ પરથી જ બનાવવામાં આવશે. માસ એટલે કે મંગળ ગ્રહ પર લોકોને વસાવવા માટેનો માસ્ટર પ્લાન બનાવવામાં આવી રહ્યો છે.

આ પ્લાન બનાવ્યો છે ABIBOO સ્ટુડિયો એ. કે જે અમેરિકન બેસ્ટ ફર્મ છે. જેમાં અમેરિકા સહિત દુનિયાના ઘણા દેશોની ઓફિસ આવેલી છે. આ સોસાયટીને મંગળના ટેમ્પે મેન્સા વિસ્તારની રાજધાની કૂવામાં વસાવવામાં આવશે. દાવો એવો કરવામાં આવી રહ્યો છે કે અઢી લાખ લોકોને કુલ 5 સોસાયટીમાં વસાવવામાં આવશે.

જેમાં ઓફિસ, પાર્ક અને સ્કૂલ સહિતની અનેક સુવિધા આપવામાં આવશે. અહીંયા તમામ ઘર સ્ટીલના બનેલા હશે.  ABIBOOના સંસ્થાપક અલફ્રેડો મુનોજે જાણકારી આપતાં જણાવ્યું હતું કે જે પણ મંગળ ગ્રહ પર રહેવા જવા માગે છે. તે પોતાના સપના પોતાના પૌત્રને સિફ્ટ કરવા માટે જોવે. કારણ કે મંગળ ગ્રહ પર આ શહેર વર્ષ 2100માં વસવા જઈ રહ્યું છે. જેમાં વ્યક્તિ દીઠ ટિકિટની કિંમત બે કરોડ રૂપિયા રાખવામાં આવી છે.

હાલ આ પ્લાન પર કામ શરૂ કરવામાં આવી રહ્યું છે. આ શહેરનું નિર્માણ વર્ષ 2054થી શરૂ કરવામાં આવશે. એવામાં જો તમે બુકિંગ કરાવો છો તો અહીંયા તમે નહીં પણ તમારા પૌત્ર-પૌત્રીઓ રહેવા જઈ શકશે. મંગળ ગ્રહ પર અઢી લાખ જેટલા લોકોને વસાવવામાં આવશે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…