6 વર્ષીય દીકરીએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ: થોડી જ સેકંડોમાં 195 દેશોની આ ખાસ વાતો કહીને બધાને ચોંકાવી દીધા

320
Published on: 5:23 pm, Tue, 5 October 21

ઈન્દોરની 6 વર્ષીય જિયાના શાહે 195 દેશો વિશે 9 મિનિટ 31 સેકન્ડમાં માહિતી આપીને પોતાનું નામ ઓએમજી બુક ઓફ રેકોર્ડ્સ, ઇન્ટરનેશનલ ટેલેન્ટ બુક ઓફ રેકોર્ડમાં નોધાવ્યું છે. ઓનલાઇન સત્રમાં જિયાના સાથે સવાલ-જવાબ આપ્યા હતા. આ માટે તેને 12 મિનિટનો સમય આપ્યો હતો. એટલું જ નહીં, તેમને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ મેનેજમેન્ટ સાથે પણ વાતચીત કરવામાં આવી છે. હાલમાં, ગિનિસ બુક દ્વારા કોઈ પ્રમાણપત્ર આપવામાં આવ્યું નથી.

રાણી સતી ગેટ વિસ્તારમાં રહેતા બિઝનેસમેન મયંક શાહ અને ડો.નીતુ શાહની પુત્રી જિયાના શાહ છે. ડાલી કોલેજમાં પ્રથમ ધોરણની વિદ્યાર્થીની જિયાના છે. તે છેલ્લા બે વર્ષથી તેની તૈયારી કરી રહી હતી. પરંતુ, છેલ્લા 3 મહિનાથી રેકોર્ડ માટે ઘણી પ્રેક્ટિસ કરી હતી. ઓનલાઈન સ્કૂલિંગની સાથે જિયાનાને તેના માતા-પિતા સાથે પ્રેક્ટિસ કરવામાં બે થી ત્રણ કલાક લાગતા હતા. આ સત્રમાં ન્યાયાધીશો પણ ઓનલાઇન રહ્યા હતા. ત્યારે જિયાનાના મિત્રો પરિવારના સભ્યો અને અન્ય વિદ્યાર્થીઓએ પણ યુટ્યુબ ચેનલ દ્વારા તેમની સાથે જોડાયા હતા.

જિયાનાના પિતા મયંક શાહે કહ્યું હતું કે, લગભગ 3 મહિના પહેલા તેમણે આ રેકોર્ડ માટે અરજી કરી હતી. દીકરીને બે વર્ષ પહેલા વિવિધ દેશોના ધ્વજ અને અન્ય વસ્તુઓ આપવામાં આવી હતી. ત્યારબાદ જિયાનાનો રસ પણ તેમાં જોવા મળ્યો, તેથી તે આગળ વધી રહી છે. રેકોર્ડની બાબતમાં પુત્રીની જીતની નિશ્ચિત હતી. કારણ કે, તેણે તેના માટે ઘણી પ્રેક્ટિસ કરી હતી. પરંતુ તેને ખબર ન હતી કે, તે કેટલો સમય લેશે.

મયંક શાહે કહ્યું હતું કે, રેકોર્ડ માટે ધ્વજ જોયા બાદ તે દેશનું નામ, રાજધાની, ચલણ, ભાષા, ખંડ, પ્રખ્યાત સ્થળ અથવા પ્રવાસન સ્થળ સહિત 7 જાણકારી આપવાની હતી. આ માટે 12 મિનિટનો ટાર્ગેટ હતો. પરંતુ, જિયાનાએ આ કાર્ય તેમને 9 મિનિટ 31 સેકન્ડ અને 82 મિલીસેકન્ડમાં પૂર્ણ કર્યું હતું.

બે વર્ષ પહેલા તેણે આની શરૂઆત કરી હતી. આ દરમિયાન પરિવારના અન્ય સભ્યોનો પણ સહયોગ મળ્યો હતો. શાળા અભ્યાસ સાથે, તેમણે આ માટે દિવસના લગભગ 2 કલાક નક્કી કર્યા હતા, પરંતુ લોકડાઉનમાં આ માટે તેમને ઘણો સમય મળ્યો હતો. પિતાને આ બાબતમાં સૌથી વધુ રસ હતો. તેને કારણે પિતા ધંધાનું સંચાલન કરતી વખતે પુત્રીને તૈયાર કરતા હતા.

શરૂઆતમાં 2 થી 5 દેશો વિશે માહિતી શીખવાડી હતી. ધીરે ધીરે દીકરીને પ્રોત્સાહન આપવાથી તેને પણ રસ પડવા લાગ્યો હતો. તેને લોકડાઉન દ્રારા યુટ્યુબ પરથી આ માહિતી મેળવી હતી. ત્યારબાદ પિતાએ આગળ વધ્યો અને રેકોર્ડ માટે અરજી કરી હતી.

આ રેકોર્ડમાં અગાઉ યુપીના એક 8 વર્ષના છોકરાએ પોતાનું નામ નોંધાવ્યું હતું. તેણે 13 મિનિટમાં 6 માહિતી આપી હતી. અહીં, જિયાના શાહે કહ્યું હતું કે, તેણે તેની શરૂઆત તેના પિતા સાથે કરી હતી. આ માટે તે દરરોજ 2 થી 3 કલાક પ્રેક્ટિસ કરતી હતી.

ડો.નીતુ શાહ જે જિયાની  માતા છે તેને જણાવ્યું હતું કે, લોકડાઉનમાં પ્રેક્ટિસ અને રિવિઝન માટે પણ ઘણો સમય મળ્યો હતો. જિયાનાના પિતા દિવસ દરમિયાન તેમને ભણાવતા હતા. અને રાત્રે તે જિયાનાનું પુનરાવર્તન કરતા હતા. 2 ઓક્ટોબરના રોજ સેશન થવાનું હતું. તે પહેલા જ જિયાનાની તબિયત લથડી હતી. તેથી તે થોડી ચિંતિત હતી. તેમ છતાં પુત્રીએ તેના સાહસથી રેકોર્ડમાં પોતાનું નામ દાખલ કર્યું હતું.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…