ધ્યાનથી જુઓ આ ફોટો, કેમેરામાં કેદ થયું ‘મોત’- સેલ્ફી જોયને છૂટી જશે પરસેવો

383
Published on: 11:53 am, Thu, 26 August 21

ઘણીવાર આપણી સાથે એવું બને છે કે તેનો વિચાર કરીને પણ આપણે ડરી જઈએ છીએ. એક મહિલાએ એવી ડેથ સેલ્ફી શેર કરી છે કે જે હાલ ઈન્ટરનેટ પર ખુબ જ વાયરલ થઈ રહી છે. કહેવાય છે કે મોત દેખાતું નથી. આ સેલ્ફી સ્કોટલેન્ડના નોર્થમાં એક વાઈલ્ડ સ્વિમિંગ ટુર પર ગયેલી સોફી પાસએ તેના પાર્ટનર સાથે શેર કરી છે.

ચોમાસાની મોસમમાં બધાને ફરવું ખુબ જ ગમે છે કારણે કે વાતાવરણ જ એટલું મસ્ત હોય છે. સ્કોટલેન્ડમાં રજા ગાળવા ગયેલું કપલ સોફી પાસ અને તેના પતિ રિચર્ડની સાથે હચમચાવી નાખે તેવી દુર્ઘટના ઘટી. બંને વરસાદની ઋતુમાં સ્કોટલેન્ડ ફરવા ગયા હતા.

આ દરમિયાન અચાનક તેમની સેલ્ફીમાં કઈ એવું રેકોર્ડ થયું તે જેની તેમણે કલ્પના પણ નહતી કરી. Mirror ના રિપોર્ટ મુજબ સોફી અને રિચર્ડ જ્યારે સેલ્ફી લઈ રહ્યા હતા ત્યારે વરસાદ પડતો હતો. સેલ્ફી ક્લિક કરી તે દરમિયાન બનેને અહેસાસ થયો કે કઈંક મોટી આફત દસ્તક દઈ રહી છે. અ

ચાનકથી ઈલેક્ટ્રોમેગ્નેટના કારણે સોફીના વાળ હવામાં ઉપર ઉડવા લાગ્યા. રિચર્ડ અને સોફીએ ખતરો જાણી લીધો અને ત્યાંથી દોટ લગાવી. સોફી જ્યારે સેલ્ફી લઈ રહી હતી ત્યારે રિચર્ડે જોયુંકે સોફીના વાળ ઉપરની બાજુ ઉડવા લાગ્યા છે. તેણે તરત જ સોફીનો હાથ પકડ્યો અને દોટ લગાવી.

ભાગવામાં જો થોડી સેકન્ડની પણ વાર લાગત તો બંનેના જીવ જઈ શકે તેમ હતો. કારણ કે જે સ્થળે તેઓ સેલ્ફી લઈ રહ્યા હતા ત્યાં થોડી જ સેકન્ડમાં આકાશમાંથી વીજળી પડી. સોફી પાસે આ સેલ્ફી સોશિયલ મીડિયા પર શેર કરી અને કઈ રીતે તે મોટી દુર્ઘટનાનો ભોગ બનતા બનતા રહી ગઈ તે વાત પણ જણાવી. સોશિયલ મીડિયા યૂઝર્સ આ મોતની સેલ્ફી જોઈને સ્તબ્ધ થઈ ગયા છે. તસવીર ખુબ વાયરલ થઈ રહી છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…